રૂ.20,000 થી વધુની રોકડ લેવડદેવડ કરી રહ્યા છો તો ચેતજો! આ કલમના ભંગ બદલ દંડ લાગી શકે છે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

રૂ.20,000 થી વધુની રોકડ લેવડદેવડ કરી રહ્યા છો તો ચેતજો! આ કલમના ભંગ બદલ દંડ લાગી શકે છે

મુંબઈ: ભારતને કેશલેસ ઈકોનોમી બનાવવાના લક્ષ્ય સાથે કેન્દ્ર સરકાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહન આપી રહી છે, જેથી ટેક્સ ચોરી અને કાળા નાણાના દુષણ પર કાબુ મેળવી શકાય. સરકાર રોકડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી રહી છે. સામાન્ય રીતે ઉધાર લેવા કે દેવા માટે લોકો રોકડનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે રૂ.20 હજારથી વધુની રોકડ લેવડદેવડ કરવો ગુનો બની શકે છે અને દંડ પણ લગાવવામાં આવી શકે છે.

રૂ.20 હજારથી વધુ રોકડની લેવડદેવડ કરવાથી આવકવેરા કાયદાની કલમ 269SS નો ભંગ થાય છે અને કલમ 271D હેઠળ રોકડમાં લીધેલી અથવા આપવામાં આવેલી રકમ જેટલો જ દંડ ફટકારવામાં આવી શકે છે. મતલબ કે, જો તમે તમારા મિત્ર પાસેથી 30,000 રૂપિયા રોકડમાં ઉધાર લો છો, અને જો આવકવેરા વિભાગને જાણ થાય તો તમારા પર 30,000 રૂપિયાનો દંડ લાદવામાં આવી શકે છે. આવકવેરા વિભાગે આ વાત ઘણી વાત સ્પષ્ટ કરી છે.

આ કારણે લગાવવો પડ્યો પ્રતિબંધ:

નોંધનીય છે કે કાળા નાણાં અને ટેક્સ ચોરી છુપાવવા માટે મોટી માત્રમાં રોકડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી વ્યવહારોને ટ્રેસ ના કરી શકાય. અન્ય ગુનાહિત પ્રવૃતિઓ માટે પણ રોકડ વ્યવહારો કરવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને આવકવેરા વિભાગે રૂ.20 હજારથી વધુ રોકડ વ્યવહાર પ્રતિબંધ મુક્યો છે.

આવા વ્યવહારો પર આ નિયમ લાગુ નહીં પડે:

આવકવેરા કાયદાના આ નિયમો બેંક, સરકારી સંસ્થા કે કોઈ સરકારી વિભાગ સાથે થઈ રહેલા વ્યવહારો પર લાગુ થતા નથી. જો વ્યવહાર સાથે જોડાયેલા બંને પક્ષો કૃષિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અને બંનેની આવક ટેક્સ સ્લેબ હેઠળ ન આવતી હોય તો પણ આ નિયમો લાગુ નહીં પડે.

સુપ્રીમ કોર્ટ એપ્રિલ 2025 માં કડકાઈથી કહ્યું હતું કે જો કોઈ રોકડમાં બે લાખથી વધુ રૂપિયાનો વ્યવહાર કરે છે, તો આવકવેરા વિભાગ તેની તપાસ કરી શકાશે. રોકડ આપનારને નાણા ક્યાંથી આવ્યા એ જણાવવું પડશે.

આ વાતની ધ્યાન રાખો:

જો તમે 20 હજારથી વધુ રૂપિયા કોઈને આપી રહ્યા છો અથવા કોઈ પાસેથી લઇ રહ્યા છો રોકડને બદલે બેંકમાં માધ્યમથી વ્યવહાર કરવાનો પ્રયાસ કરો. ઈન્ટરનેટ ક્રાંતિ બાદ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા ખુબ સરળ બની ગયા છે, ત્યારે તેનો ઉપયોગ કરવો.

આપણ વાંચો:  થોડા કલાકો માટે દુનિયાના સૌથી ધનિક બની ગયેલા લેરી એલિસન વિશે આ જાણો છો?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button