આમચી મુંબઈ

ભિવંડીમાં બાળકી સાથે દુષ્કર્મ: સગીર વિરુદ્ધ ગુનો…

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવા પ્રકરણે સગીર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભિવંડી ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 14 વર્ષનો સગીરે 16 એપ્રિલના રોજ બાળકીને ચોકલેટની લાલચ આપી હતી અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હોવાની જાણ પરિવારને થતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને (પોક્સો) પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપીની હજી તાબામાં લેવાયો ન હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)

આપણ વાંચો : ચારિત્ર્ય પર શંકાને લઇ પ્રોફેસર પત્નીની કરી હત્યા: ડૉક્ટર, તેના ભાઇની ધરપકડ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button