આમચી મુંબઈમહારાષ્ટ્ર
ભેળસેળિયું ખાદ્યતેલ વેચવા બદલ સાત જણ સામે ગુનો દાખલ
થાણે: ભેળસેળિયું ખાદ્યતેલ વેચવા બદલ નવી મુંબઈ પોલીસે એગ્રો કંપની સાથે સંકળાયેલા સાત જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.એપીએમસી પોલીસની ટીમે 5 સપ્ટેમ્બરે વાશી વિસ્તારમાં ગૌતમ એગ્રો ઇન્ડિયાના પરિસરમાં રેઇડ પાડી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે પામતેલમાં પ્રાણીની ચરબી અને અન્ય હાનિકારક સામગ્રી ભેળવવામાં આવી રહી હતી અને તેને સીંગદાણાનું તેલ તથા સનફ્લાવર તેલ તરીકે વેચવામાં આવી રહ્યું હતું, એમ અધિકારીએ કહ્યું હતું.
કંપનીએ ગ્રાહકોના જીવને જોખમમાં મૂકવાની સાથે સરકારને પણ રૂ. 1.09 કરોડના મહેસૂલનું નુકસાન પહોંચાડ્યુું હતું.
આ પ્રકરણે મદન ઉપેન્દ્ર, વિનોદકુમાર ગુપ્તા, દિનેશ જોશી, સોહમ શિંદે, નીલેશ રાજગોર સહિત સાત જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધીની કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)