50+ Cars Punctured on Mumbai-Nagpur Highway
આમચી મુંબઈ

મુંબઈ-નાગપુર હાઈવે પર 50થી વધુ કારમાં પંક્ચર થઇ જતા મુસાફરો ફસાયા! જાણો શું હતું કારણ

મુંબઈ: 29 ડિસેમ્બરે રાત્રે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે પર રસ્તા સંખ્યાબંધ ગાડીઓ સાઈડમાં પાર્ક કરેલી જોવા (Mumbai-Nagpur Samruddhi Highway) મળી હતી. ગાડીઓના ટાયર પંક્ચર થઇ જતા મુસાફરો હેરાન થઇ ગયા હતાં. અહેવાલ મુજબ રોડ પર પડેલા એક લોખંડના બોર્ડ પરથી પસાર થવાને કારણે 50થી વધુ વાહનોના ટાયર પંક્ચર થઈ ગયા હતાં.

મુસાફરો ફસાયા:
વાશિમ જિલ્લાના માલેગાંવ અને વનોજા ટોલ પ્લાઝા વચ્ચે 29 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. ફોર-વ્હીલર અને માલવાહક ટ્રકોના ટાયર પંક્ચર થયેલા જોવા મળ્યા હતાં. જેના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. લાંબા સમય સુધી કોઈ સહાય ન મળતા, મુસાફરો રાતભર હાઈવે પર અટવાઈ પડ્યા હતા. લોખંડનું બોર્ડ આકસ્મિક રીતે પડી ગયું હતું કે જાણી જોઈને ફેંકવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

Also read:સમૃદ્ધિ હાઈવેને અડીને નવા નગરમાં મ્હાડાના ઘરો?

કાર અકસ્માત:
હાઇ-સ્પીડ કોરિડોર પરની સમૃદ્ધિ હાઈવે પર સુરક્ષા અંગે અગાઉ પણ સવાલ ઉઠી ચુક્યા છે. જૂનમાં, સમૃદ્ધિ હાઈવે પર જાલના જિલ્લાના કડવાંચી ગામ નજીક બે કાર વચ્ચેની અથડામણમાં છ લોકોના મોત થયા હતા અને ચાર ઘાયલ થયા હતા. સમૃદ્ધિ હાઈવે છ-લેન અને 701-કિમી-લાંબો એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવે છે. તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતા દેશના સૌથી લાંબા ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ હાઈવે 55,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

Back to top button