કર્ણાક પુલ હવે સાતમી નહીં પણ દસમી જૂને ખુલ્લો મુકાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસટી) અને મસ્જિદ બંદર રેલવે સ્ટેશનથી અમુક અંતરે આવેલ અને પી. ડી’મેલો રોડને જોડનારા કર્ણાક રેલવે ઓવર બ્રિજનું કામ ૧૦ જૂન, ૨૦૨૫ સુધીમાં પૂરી કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાની જાહેરાત પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે કરી હતી. નક્કી કરેલી મુદતમાં એટલે કે આગામી ૫૩ દિવસમાં પુલનાં તમામ કામ પૂરા કરવા અને તેમાં કોઈ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં એવી ચોખ્ખા શબ્દોમાં તેમણે અધિકારીને તાકીદ પણ કરી હતી.

સીએસટી, મસ્જિદ બંદર અને મોહમ્મદ અલી રોડના વાહનવ્યહાર માટે કર્ણાણ પુલ અત્યંત મહત્ત્વનો છે. લોકમાન્ય ટિળક રોડ પર આવેલો કર્ણાક પુલ જોખમી જાહેર થતા તેના પુન:બાંધકામનું કામ પાલિકાએ હાથ ધર્યું હતુંં. હાલ પૂર્વ દિશામાં આઠ થાંભલાનું કામ પૂરું થયું છે અને પેડેસ્ટલ સ્તરનું કા ચાલુ છે. દમણ સ્થિત ફેબ્રિકગેશન પ્લાન્ટમાંથી ૪૦માંથી પાંચ લોખંડના ગર્ડર સાઈટ પર આવી ગયા છે અને આગામી દિવસમાં પેડેસ્ટલ અને બેઅરિંગનું કામ સમાંતર રીતે કરવામાં આવશે. બીજી મે સુધીમાં ગર્ડર બેસાડી દેવામાં આવશે અને પાંચ જૂન, ૨૦૨૫ સુધીમાં અપ્રોચ રોડ તૈયાર કરવામાં આવશે અને સાત મે સુધી રેલવે ભાગનું કૉંક્રીટીકરણનું કામ પૂરું થશે અને ત્યારબાદ ૧૦ જૂન, ૨૦૨૫ સુધીમાં પુલને વાહનવ્યહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.