આમચી મુંબઈ

પૂર્વ-પશ્ચિમને જોડનારા કર્ણાક બ્રિજને વાહનોની અવરજવર માટે આ તારીખે ખુલ્લો મૂકી શકાય

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં રેલવે ટ્રેક પર આવેલો અને પૂર્વ-પશ્ચિમને જોડતો મહત્ત્વનો કર્ણાક બ્રિજ સાતમી જૂને ખુલ્લો મૂકાશે એમ પાલિકાનું કહેવું છે. ૨૦૧૪માં આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે ૨૦૨૨માં તેને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો હતો જેને કારણે મધ્ય રેલવેમાં ૨૭ કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો.

આ બ્રિજ માટે વક૪ ઓર્ડર ૨૦૧૭માં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ગોખલે બ્રિજ તૂટી પડ્યા બાદ પાલિકાએ ૨૦૧૮માં તેનું બાંધકામ શરૂ કર્યુ હતું. બ્રિજના બાંધકામમાં ઘણી અડચણો આવી હતી, વારંવાર કામ બંધ કરવામાં આવતું હતું જેમાં પાલિકાની ઉદાસીનતા અને ટ્રાફિક માટે એનઓસી મેળવવા વગેરે કારણોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કર્ણાક બ્રિજ ખૂલ્લો મૂકાવવા માટે હજુ આટલા મહિના રાહ જોવી પડશે, જાણો નવી ડેડલાઈન?

આ સિવાય ગેરકાયદે બાંધકામવાળી જમીનોના મુદ્દાઓને કારણે ૧૯ મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ કરવાનું ઘણું મુશ્કેલ બન્યું હતું. બ્રિજને તોડવા માટે ભારે મશીનોનો અને ૫૦૦થી વધુ કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા હતા.

ત્યાર બાદ રેલવે તરફથી પરવાનગી મેળવવાના ચક્કરમાં પુલના કામમાં વિલંબ થયો. પુલ માટેનો ૪૦૦ ટનનો ગર્ડરના ઇન્સ્ટોલેશનમાં ઘણા અવરોધો આવ્યા હતા. આ બધા પડકારો વચ્ચે પાલિકાને આશા છે કે ચોમાસા પહેલા કર્ણાક બ્રિજ શરૂ થઇ જશે. તેની આસપાસ પોલીસ ચોકી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button