૧૨ લોકોની ક્ષમતાની બોટથી બચ્યાં ૫૭ જણનાં જીવ પાયલટ કૅપ્ટને પોતાના અનુભવથી આ સાહસ કરી દેખાડ્યું…
મુંબઈ: જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીના પાયલટ કૅપ્ટન અનમોલ શ્રીવાસ્તવે મુંબઈ દુર્ઘટના માટે મહત્ત્વની માહિતી આપી છે. અકસ્માત બાદ દરિયામાં પ્રવાસીઓની હાલત કેવી હતી એ વિશે પોતાનો અનુભવ જણાવ્યો હતો. કૅપ્ટન અનમોલ શ્રીવાસ્તવે ફક્ત ૧૨ લોકોની ક્ષમતાની બોટનો ઉપયોગ કરીને ૫૬ લોકોનાં જીવ બચાવ્યા હતા. ૧૮મી ડિસેમ્બરે ‘નીલકમલ’ નામની બોટને નૌકાદળની બોટ ટકરાઇ હતી. આ અકસ્માતમાં ૧૪ જણનાં મોત થયા હતા. બોટ પર ૧૦૦થી વધુ લોકો હતા.
આ પણ વાંચો : દહિસરના ડેબ્રિઝ પુનપ્રક્રિયા પ્રોેજક્ટમાં અત્યાર સુધી 16,000 મેટ્રિક ટનક કાટમાળ પર પ્રક્રિયાટોલ ફ્રી નંબર પર 220
અકસ્માત થતા જ નૌકાદળને એલ એલર્ટ મળ્યો અને તાત્કાલિક બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલાવી હતી. પાયલટ કૅપ્ટન શ્રીવાસ્તવ અકસ્માતની કેટલીક મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી હતી.
‘બોટના એસ્કોર્ટ પરથી બંદર પર પાછી ફરી રહેલી એક બોટ ડુબી રહી હોવાનું રેડિયો પર એસઓએસ કોલ આવ્યો. અમે પાંચ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બોટ પૂર્ણ રીતે ડૂબી જવાની આરે હતી’, એમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
નાના બાળકો સહિત પ્રવાસીઓએ બોટને પકડી રાખી હતી. કેટલાક લોકો પોતાના બાળકોને પાણીની ઉપર રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સમય ન વેડફતા અમે ડૂબી રહેલા લોકોને લાઇફ જેકેટ આપ્યા. દરેકને પોતાનો જીવ બચાવવા માટે અમારી બોટ પર ચઢવાનું હતું. સૌથી પહેલા અમે બાળકો, પછી વૃદ્ધ મહિલાઓ અને ત્યાર બાદ પુરુષોને બચાવ્યા, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : નેવીના ડ્રાઇવરે સ્પીડ બોટ પરનો કાબૂ ગુમાવતાં તે ફૅરી સાથે ટકરાઈ: પોલીસ
બોટની ક્ષમતા ફક્ત ૧૨ લોકોની હતી છતાં શ્રીવાસ્તવે પોતાના અનુભવનો ઉપયોગ કરીને દરિયાનું અવલોકન કયુ૪ં અને ૫૭ જણનો જીવ બચાવ્યો જેમાં સાત વર્ષના એક બાળકનો સમાવેશ થાય છે. આ બાળકને સીપીઆર આપવામાં આવી પણ તેનું મૃત્યુ થયું હતું.