આજે મહારાષ્ટ્ર કેબિનેટની શપથવિધિઃનવા ચહેરાઓને તક, જૂનાંને ઝટકો
મુંબઈઃ લાંબી ચર્ચાઓ, વિવાદો અને અટકળો બાદ આજે બપોરે મહારાષ્ટ્રની કેબિનેટની પહેલી યાદી બહાર આવશે. આજે ત્રણેય પક્ષના પ્રધાનો શપથ લેશે. અત્યારથી જ કોને ફોન આવ્યો અને કોને ફરી તક ન મળી વગેરેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ અંતિમ ચહેરાઓ શપથ સમયે જ નક્કી થશે.
આજે નાગપુરમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમારોહ આજે સાંજે 4 વાગ્યે યોજાશે. આ પ્રસંગે શિવસેના, એનસીપી અને ભાજપ એમ ત્રણ પક્ષોના મંત્રીઓ શપથ લેશે. નાગપુરના રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલલેખનીય છે કે 33 વર્ષ બાદ નાગપુરમાં મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે
આવતીકાલથી શિયાળુ સત્ર
શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થશે. શિયાળુ સત્રની પૂર્વ સંધ્યાએ નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. આ શપથ ગ્રહણ સમારોહ પર ઘણા લોકોએ ધ્યાન આપ્યું છે. મહાગઠબંધન કેબિનેટમાં ભાજપના 21, શિવસેનાના 12 અને NCPના 10 મંત્રીઓ શપથ લેશે. હાલમાં કયા પક્ષના કેટલા ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે તેના આંકડાઓની ચર્ચા જોરમાં છે.
Also Read – કોણ લેશે પદના શપથ? યાદીઓ તૈયાર?
દરમિયાન નાગપુરના રાજભવનમાં કેબિનેટના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 1991 બાદ પ્રથમ વખત નાગપુરમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આજે સાંજે 4 વાગ્યા પછી રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ પછી આવતીકાલથી શિયાળુ સત્ર શરૂ થશે.
મુંબઈ-થાણેના આ નામોની છ ચર્ચા
નવી કેબિનેટના ચર્ચાઈ રહેલા નામોમાં ભાજપના મુંબઈના વિધાનસભ્યો મંગળપ્રભાત લોઢા, આશિષ શેલાર અને અતુલ ભાતખળકર અને થાણેના રવિન્દ્ર ચવ્હાણના ના નામ લેવાઈ રહ્યા છે. તો શિવસેનામાં પ્રતાપ સરનાઈકનું નામ લેવાઈ રહ્યું છે. જ્યારે એનસીપી પહેલીવાર જ વિધાનસભ્ય બનેલી સના મલિકને કેબિનેટમાં સ્થાન આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.