ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની તમામ કોર્ષ માટે જાન્યુઆરી 2026માં લેવાનાર પરીક્ષા માટેની તારીખો જાહેર...
Top Newsઆમચી મુંબઈ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની તમામ કોર્ષ માટે જાન્યુઆરી 2026માં લેવાનાર પરીક્ષા માટેની તારીખો જાહેર…

મુંબઈ : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ સીએ માટેની જાન્યુઆરી પરીક્ષા 2026માં લેવાનાર પરીક્ષાઓ માટેની તારીખો જાહેર કરી છે. આ ડેટશીટમાં ફાઇનલ. ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન કોર્ષની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.

આ અંગે ઉમેદવારો ICAI ની સત્તાવાર વેબસાઇટ, icai.org પર શેડ્યૂલ ચકાસી શકે છે. આ શેડ્યૂલ મુજબ  ફાઇનલ કોર્ષની પરીક્ષાઓ  ગ્રુપ 1 માટે  5, 7 અને 9 જાન્યુઆરી 2025 ના રોજ અને ગ્રુપ 2 માટે 11, 13 અને 16 જાન્યુઆરી, 2026 ના રોજ યોજાશે.

ફાઉન્ડેશનની પરીક્ષા 18, 20, 22 અને 24 જાન્યુઆરી 2026ના રોજ

જેમાં સીએના ઇન્ટરમીડિયેટ કોર્સના ગ્રુપ 1 માટે પરીક્ષા 6, 8 અને 10 જાન્યુઆરી, 2026 ના રોજ અને ગ્રુપ 2 માટે 12, 15 અને 17 જાન્યુઆરી, 2026 ના રોજ લેવામાં આવશે. તેમજ ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા 18, 20, 22 અને 24 જાન્યુઆરી, 2026 ના રોજ લેવામાં આવશે.

ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ પરીક્ષા 13 અને 16 જાન્યુઆરી, 2025 ના રોજ લેવામાં આવશે અને ઇન્શ્યોરન્સ અને રિસ્ક મેનેજમેન્ટ ટેકનિકલ પરીક્ષા 9, 11, 13 અને 16 જાન્યુઆરી, 2026 ના રોજ લેવામાં આવશે.

પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે

જેમાં ફાઉન્ડેશન પરીક્ષાના પેપર 3 અને 4 2 કલાકના છે. જયારે ફાઇનલ પરીક્ષાના પેપર 6 અને ઇન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટ (INTT-AT)ના બધા પેપર 4 કલાકના છે. જયારે બીજી બધી પરીક્ષાઓ 3 કલાકની છે. પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. આ પરીક્ષા બપોરે 2 થી 5 વાગ્યા સુધી અને બપોરે 2 થી 6 વાગ્યા સુધી લેવામાં આવશે

પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 3 નવેમ્બરથી શરૂ થશે

સીએની જાન્યુઆરી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 3 નવેમ્બરથી શરૂ થશે અને સબમિશન કરવાની અંતિમ તારીખ 16 નવેમ્બર, 2025 છે. તેમજ લેટ ફી સાથે ઓનલાઈન પરીક્ષા અરજી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 19 નવેમ્બર, 2025 છે.

ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓ માટેના ઉમેદવારોને જવાબ આપવા માટે અંગ્રેજી/હિન્દી પસંદ કરવાની છૂટ આપવામાં આવશે. જયારે વધુ વિગતો માટે ઉમેદવારો ICAIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો…કૌભાંડી CA પર ગાળિયો: અમદાવાદના 15 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button