આમચી મુંબઈ
રાણીબાગ બુધવારે સાર્વજનિક રજાના દિવસે ખુલ્લુ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ જયંતી નિમિત્તે બુધવારે, ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ના સાર્વજનિક રજા છે, છતાં ભાયખલામાં આવેલ વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય નાગરિકો માટે ખૂલ્લું રાખવામાં આવશે.
ભાયખલા (પૂર્વ)માં આવેલું રાણીબાગ દર બુધવારે જાળવણીના કામ નાગરિકો માટે બંધ રાખવાનાં આવે છે. જોકે પાલિકા પ્રશાસને અગાઉ મંજૂર કરેલા એક પ્રસ્તાવ મુજબ બુધવારે સાર્વજનિક રજા હોય તે દિવસે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય જનતા માટે ખૂલ્લું રાખી શકાય અને બીજી દિવસે તેને બંધ રાખવું.
આ પણ વાંચો : ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન
આ પ્રસ્તાવ મુજબ બુધવાર, ૧૯ ફેબ્રુઆરીના રાણીબાગ શિવજયંતી નિમિત્તે ખૂલ્લું રહેશે અને ગુરુવારે બંધ રહેશે.