ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મુંબઈ પોલીસમાં કરી ચોરીની ફરિયાદ
મુંબઈઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તેઓ અવારનવાર પ્રેરણાદાયી વીડિયો કે ફોટો શેર કરતાં હોય છે. આજે આપણે અહીં એમના આવા જ ટ્વીટ વિશે વાત કરીશું. તેમણે અત્યાર સુધી કરેલાં ટ્વીટ કરતાં આ ટ્વીટ ખૂબ જ અલગ છે, કારણ કે આ ટ્વીટમાં એમણે મુંબઈ પોલીસને ચોરીની ફરિયાદ કરી છે. હવે તમને થશે કે આનંદ મહિન્દ્રાનું શું ચોરી થઈ ગયું છે કે તેમણે મુંબઈ પોલીસને ફરિયાદ કરવી પડી હતી.
મુંબઈના ઈતિહાસની સાક્ષી બની ચૂકેલી એસી ડબલ ડેકર બસ ગઈકાલથી સેવામુક્ત થઈ. સાલ 1937થી 2023સુધી તેણે અવિરતપણે સેવા આપી હતી અને એવી આ મુંબઈગરાની લાડકી ડબલડેક્કર બસ ગઈકાલે બંધ થઈ ગઈ હતી અને મુંબઈગરાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રસિદ્ધ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું ટ્વીટ પણ વાઈરલ થઈ રહ્યું છે અને નેટિઝન્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Hello, Mumbai Police? I’d like to report the theft of one of my most important childhood memories. 😞 https://t.co/Lo9QHJBVDW
— anand mahindra (@anandmahindra) September 15, 2023
ડબલડેકર બસને મુંબઈગરાએ વિદાય આપી હતી અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને મુંબઈ પોલીસ પાસે આ અંગે ફરિયાદ કરી છે. તેમણે પોલીસને આ મામલે ફરિયાદ કરતાં લખ્યું હતું કે હેલો મુંબઈ પોલીસ મારા જીવનમાં ન ભૂલાય એવી સૌથી મહત્ત્વની અને ન ભૂલી શકાય એવી યાદો ચોરી કરવાની ફરિયાદ નોંધાવવા માંગું છે.
આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. દરમિયાન તમારી જાણ માટે મુંબઈની ડબરડેકર બસ સાથે અનેક મુંબઈગરાની યાદો સંકળાયેલી છે. સ્વતંત્રતા પહેલાં અને સ્વતંત્રતા બાદ પછીનો કાળ, સંયુક્ત મહારાષ્ટ્રની લડાઈ, આર્થિક, રાજકીય પરિવર્તનની સાક્ષી આ બસ રહી ચૂકી છે.
પરંતુ આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ બસની યાદો તાજી કરાવી દીધી હતી. અનેક નેટિઝન્સે પણ બસ સાથેની પોતાની યાદો તાજી કરી હતી.