રાયગઢના તામ્હિણી ઘાટમાં બસ પલટી : 2 મહિલાનું મૃત્યુ, 55 પ્રવાસીઓ જખમી

મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા તામ્હિણી ઘાટમાં શનિવારે સવારે બસ પલટી થતાં બે મહિલાના મૃત્યું થયું હતું અને અંદાજે 55 લોકો જખમી થયા હતા. સવારે સાત વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ઇજા પામેલા લોકોને માણગામના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમના પર હાલમાં ઉપચાર કરવામાં આવી રહ્યો છે. મળેલી માહિતી અનુસાર પુણેથી માણગામ તરફ જતી એક બસને અકસ્માત થતાં તે પલટી થઈ ગઈ હતી.
આ બસને અકસ્માત થતાં તામ્હિણી ઘાટના ટ્રાફિકને અસર થઈ હતી. પણ થોડા સમય બાદ આ રસ્તાને ફરી ખૂલો મૂકવામાં આવ્યો હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે પુણેથી રવાના થયેલી આ બસના ચાલકનું બસ પરથી નિયંત્રણ નિયંત્રણ ગુમાવતાં બસ પલટી ગઈ હતી.
બસને અકસ્માત થતાં આ માર્ગની અવરજવરને થોડા સમય માટે અસર થઈ હતી. આ અકસ્માત થયા બાદ ત્યાં હાજાર લોકો જખમી પ્રવાસીઓની મદદ માટે દોડી આવ્યા હતા અને તેમણે અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસ પણ અહીં પહોંચી હતી અને ત્યારબાદ જખમી લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં 55 પ્રવાસીઓ જખમી થયા હતા અને બે મહિલાનું મૃત્યુ થયું હતું. પંચાવનમાંથી નવ ઇજાગ્રસ્ત પ્રવાસીઓને માથામાં ઇજા થતાં નવી મુંબઈની સાસુન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી અધિકારીએ આપી હતી.