આમચી મુંબઈ

કસારા ઘાટમાં મીની બસનો અકસ્માત: 21 જખમી, ત્રણની હાલત ગંભીર

મુંબઈ: મુંબઈ નાશિક હાઇવે પર આવેલા કસારા ઘાટમાં ભીષણ અકસ્માત થયો હોવાના સમાચાર આવી રહ્યા છે. કસારા ઘાટમાં મીની બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઓ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર મીની બસના પ્રવાસીઓ મુંબઈથી સિન્નર ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. બધા ઘણા જ ખુશ અને આનંદમાં હતા અને ગીતો ગાઈ રહ્યા હતા. તેમને સ્વપ્ને ખ્યાલ ન હતો કે તેમને માટે ભવિષ્યમાં શું નિર્ધાર્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કસારા ઘાટમાં મીની બસના ડ્રાઇવરે વ્હીલ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જેને કારણે બસ ત્રણ વખત પલટી ખાઈ ગઈ હતી અને આ ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 21 જણાને ઈજા થઈ છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિકો અને પોલીસ તુરંત અકસ્માત પીડીતોની મદદ માટે દોડી હતી.

આ પણ વાંચો : મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે વિન્ટેજ કાર ફિયેસ્ટા-2025નો પ્રારંભ

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે દાખલ થયેલાઓમાંથી ત્રણ જણની હાલત ગંભીર છે.

હાલમાં પોલીસે આ મામલે વધુ કોઈ માહિતી આપી નથી અને જણાવ્યું છે કે આ અકસ્માતની તપાસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button