અમદાવાદઆપણું ગુજરાતઆમચી મુંબઈમહારાષ્ટ્ર

Bullet Train અંગે જાણો નવી અપડેટ, સિલ્વાસામાં સ્ટીલનો પુલ લોન્ચ કરાયો

મુંબઈઃ મુંબઈ અમદાવાદ વચ્ચેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોરિડોરને તૈયાર કરવા માટે સંબંધિત એજન્સીએ ગુજરાતમાં મહત્ત્વની કામગીરી પાર પાડી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સિલ્વાસા, દાદરા અને નગર હવેલીમાં ૧૦૦-મીટર લાંબો સ્ટીલ બ્રિજ લોંચ કરવામાં આવ્યો છે. રવિવારે લોંચ કરવામાં આવેલ આ પુલ ભારતની મહત્વાકાંક્ષી હાઇ-સ્પીડ રેલ પહેલમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHRCL)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પુલનું વજન ૧,૪૬૪ મેટ્રિક ટન છે, તે ૧૪.૬ મીટર ઊંચો અને ૧૪.૩મીટર પહોળો છે. આ પુલને તમિલનાડુના ત્રિચી સ્થિત એક વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે અને અંતિમ એસેમ્બલી અને ઇન્સ્ટોલેશન માટે ટ્રેલર્સનો ઉપયોગ કરીને સિલ્વાસામાં લાવવામાં આવ્યો હતો. મિડલ સપોર્ટની જરૂરિયાત વિના પણ પુલના ઉપયોગ માટે મુખ્ય માળખા સાથે ૮૪ મીટર અને ૬૦૦ મેટ્રિક ટન વજનનું કામચલાઉ લોંચિંગ નોઝ જોડવામાં આવ્યું છે.

આ પણ વાંચો ; Good News: …તો મુંબઈને મળશે વધુ બે Bullet Train, દેશભરમાં 10 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવાની PM Modiની યોજના

આ ઉપરાંત, બ્રિજની મજબૂતાઈમાં ટકાઉપણું અને સ્થિતિસ્થાપકતા વધારવા માટે સી૫ સિસ્ટમ પેઇન્ટિંગ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ પણ ધરાવે છે. પુલને કામચલાઉ ટ્રેસ્ટલ્સ પર જમીનથી ૧૪.૫ મીટરની ઊંચાઈએ એસેમ્બલ કરવામાં આવ્યો હતો. અંતિમ પ્રક્ષેપણ બે અર્ધ-સ્વચાલિત જેકનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, પ્રત્યેકની ક્ષમતા ૨૫૦ ટનની છે, જેમાં ચોક્કસ અને નિયંત્રિત હિલચાલ માટે મેક-એલોય બારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ ભારતની “મેક ઇન ઈન્ડિયા” પહેલ અંતર્ગત મહત્ત્વની કામગીરી ગણાય છે, જેનો ઉદ્દેશ્ય મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સ્થાનિક સંસાધનો અને કુશળતાનો ઉપયોગ કરવાનો છે.
ભારતીય ઇજનેરી ક્ષમતાઓ અને સામગ્રીઓ પર વધુને વધુ આધાર રાખતા આ પ્રોજેક્ટને જાપાની ટેકનિકલ કુશળતાનો લાભ મળે છે. આ નવો લોંચ થયેલો સ્ટીલ બ્રિજ બુલેટ ટ્રેન કોરિડોર માટે આયોજિત આવા ૨૮માંથી ચોથો બ્રિજ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે માટે બુલેટ ટ્રેનનો પ્રકલ્પ સૌથી મહત્ત્વનો છે, જે કાર્યાન્વિત થયા પછી મુંબઈથી અમદાવાદ અઢીથી ત્રણ કલાકમાં પહોંચી શકાશે. હાલમાં પહેલા તબક્કામાં ગુજરાતમાં પ્રસ્તાવિત પ્રકલ્પને પૂરો કરવામાં આવશે. બિલિમોરાથી સુરત વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે, ત્યારબાદ બીજા તબક્કામાં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવી શકાય.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…