શોકિંગઃ લગ્નની પત્રિકા આપવા જતા અકસ્માતમાં યુવક અને તેના ભાઈને મળ્યું મોત
મુંબઈ: મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં પોતાના લગ્નનું કાર્ડ આપવા જતાં ભાવિ વરરાજા સાથે તેના ભાઈનું રોડ અકસ્માતમાં મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવકના લગ્ન આગામી અઠવાડિયા દરમિયાન થવાના હતા.
લાતુર જિલ્લાના અનુપવાડી ગામમાં બુધવારે લગ્નની પત્રિકા આપવા માટે એક યુવક અને તેનો ભાઈ બાઇક પર નીકળ્યા હતા. રસ્તામાં તેમની બાઇકને એક ભારે વાહને જોરદાર ટક્કર મારતા ઘટનાસ્થળે ગંભીર રીતે જખમી થયા હતા. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બંને જણને નજીકની એક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, જોકે હૉસ્પિટલ લઈ જતાં દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ વિશાલ નિલેવાડ (22) અને આકાશ નિલેવાડ (25) તરીકે કરવામાં આવી છે.
ALSO READ: ટિન્ટેડ ગ્લાસ વિરુદ્ધની કાર્યવાહી બચવા યુવકે કોન્સ્ટેબલને કારની અડફેટે લીધો
ઘટના બાબતે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામનાર વિશાલ નિલેવાડની સગાઈ થઈ હતી અને આગામી અઠવાડિયામાં 18 એપ્રિલે તેના લગ્ન થવાના હતા. વિશાલ નિલેવાડ તેના ભાઈ આકાશ નિલેવાડ સાથે સંબંધીઓને પોતાના લગ્નની પત્રિકા આપવા માટે બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન એક ભારે વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને બંને જણને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટના બાદ ત્યાં લોકોની ભીડ જમા થઈ હતી અને બંનેને હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા પછી પોલીસે અકસ્માતનો કેસ નોંધી તપાસ હાધ થરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિશાલ નિલેવાડ અને આકાશ નિલેવાડના મૃતદેહને તાબામાં લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, આ અકસ્માતની ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધ ચાલી રહી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.