આમચી મુંબઈ

લગ્નના બે મહિનામાં જ પરિણીતાનો આપઘાત

મુંબઈ: લગ્નના બે મહિનામાં જ 29 વર્ષની પરિણીતાએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના સાંતાક્રુઝ પૂર્વમાં બની હતી.

વાકોલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ નેહા મિશ્રા તરીકે થઈ હતી. કલિના વિસ્તારના શાસ્ત્રી નગરમાં આવેલા પિયરમાં રવિવારની રાતે નેહાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

નેહાનાં લગ્ન બે મહિના અગાઉ થયાં હતાં. હાલમાં તે પિયરમાં રહેતી હતી. ઘટના સમયે માતા નજીકના મંદિરમાં ગઈ હતી ત્યારે નેહા ઘરમાં એકલી હતી. માતા ઘરે પાછી ફરી ત્યારે સીલિંગ ફૅન સાથે ગળાફાંસો ખાધેલી નેહા નજરે પડી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

બનાવની જાણ થતાં વાકોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી ન હોવાથી અંતિમ પગલું ભરવા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

આ પણ વાંચો: Suicide note લખવામાં જે સમજદારી-સંવેદના બતાવી તે જીવન જીવવામાં બતાવી હોત તો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button