મુંબઈના ફલાયઓવર પર ખીલશે બૉગનવિલા ફૂલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફ્લાયઓવર પરથી પસાર થતા સમયે વાહનચાલકોને બહારનો નજારો નયનરમ્ય જોવા મળે તે માટે મુંબઈ મહાનગરપાલિકા મુંબઈના ૨૦ ફ્લાયઓવર પરના ડીવાઈડરમાં લગભગ બે હજાર ફૂલના કુંડા રાખવાની છે અને બહુ જલદી આ કુંડામાં બૉગલવેલ ફૂલ ખીલશે.
પાલિકાના ઉદ્યાન ખાતાએ સર્વેક્ષણ કરીને મુંબઈના ૨૦ ફ્લાયઓવર પસંદ કર્યા છે, જેના ડીવાઈડર પર બોગલવેલીના ઝાડ ઉગાડવામાં આવશે. આ ફૂલના ઝાડને કારણે ટ્રાફિકને અડચણરૂપ ના થાય તેની તકેદારી રાખીને તેના કુંડાને રાખવામાં આવવાના છે.
પાલિકાના જણાવ્યા મુજબ અંધેરી-પૂર્વમાં વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે , બોરીવલીનો લિંક રોડ, બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સથી વાકોલા જતો ફ્લાયઓવર, મીલન ફ્લાયઓવર, લાલબાગ ફ્લાયઓવર, મલાડમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, નેશનલ પાર્ક પાસેનો ફ્લાયઓવર, માગાઠાણે ફ્લાયઓવર, સુધીર ફડકે ફ્લાયઓવર, સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ ફ્લાયઓવર, સાયન ફ્લાયઓવર, માટુંગા ફ્લાયઓવર, દાદર ફ્લાયઓવર, માનખુર્દમાં ઈસ્ટર્ન ફ્રી વે, ગોરેગામ-મુલુંડ લિંક રોડ ફ્લાયઓવર, સાયન-પનવેલ હાઈવે પરનો ફ્લાયઓવર, મુલુંડ-ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, સાયન-બાંદ્રા લિંક રોડ, દાદર-સ્વાતંંત્ર્યવીર સાવરકર માર્ગ, ઘાટકોપર-ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો ફ્લાયઓવર, ચેંબુર ઈસ્ટર્ન ફ્રી-વે, સુમન નગર જંકશનથી ચંદનનગર ટ્રાફિક જંકશન પર બૉગનવિલાના ફૂલ ખીલશે.