જાણી લો, એક મહિના માટે આ ટ્રેન મુંબઈના બોરીવલી સ્ટેશન પર નહીં રોકાય

અમદાવાદઃ તમે મુંબઈથી ગુજરાત આવ્યા હોવ અથવા ગુજરાતથી મુંબઈ જવાના હો તો આ ન્યૂઝ તમારા માટે મહત્વના છે. મોટાભાગના લોકો બોરીવલી સ્ટેશન પર ઉતરતા હોય છે ત્યારે આ બન્ને સ્ટેશન વચ્ચે દોડતી બે ટ્રેન એક મહિના માટે બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, તેવી માહિતી રેલવેએ આપી હતી. આ સાથે અમુક ટ્રેન રદ થઈ છે તો અમુકના રૂટ્સ અને સમયમાં ફેરફાર થયો હોવાની માહિતી પણ રેલવેએ આપી હતી.
આમ કરવાનું કારણ કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનિંગના નોન-ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું હોવાનું રેલવેએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ હેતુ 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ પર થી દોડતી કે પસાર થતી કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે, તેમ જણાવતા રેલવેએ પ્રભાવિત ટ્રેન વિશે માહિતી આપી હતી, જે આ પ્રમાણે છે.
આપણ વાચો: જરાત મેલને બદલે ભૂલથી બીજી ટ્રેનમાં ચઢી ગયા તો શું થાય, જાણો રેલવેનો નિયમ અને દંડની જોગવાઈ…
બોરીવલી સ્ટેશન પર સ્ટોપેજ ના કરનારી ટ્રેનો
- ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન ટ્રેન વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે.
- ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન તે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે.
આંશિક રદ ટ્રેનો - ટ્રેન નં. 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ 19 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નં. 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ 21 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રિશેડ્યૂલ ટ્રેનો - ટ્રેન નં. 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ અમદાવાદ થી 27 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક, 10 અને 15 જાન્યુઆરી 2026 ના રોજ 45 મિનિટ અને 16 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ રિશેડ્યૂલ થશે.
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ થી 28 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક 35 મિનિટ, 11 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ, 16 અને 17 જાન્યુઆરી 2026 ના રોજ 50 મિનિટ રિશેડ્યુલ થશે.
- ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 28 ડિસેમ્બર 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 01.00 કલાક રિશેડ્યુલ થશે.



