બોરીવલીમાં રૂ. 1.12 કરોડના ડ્રગ્સ સાથે બે જણ પકડાયા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બોરીવલીમાં રૂ. 1.12 કરોડના ડ્રગ્સ સાથે બે જણ પકડાયા

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) બોરીવલી વિસ્તારમાં રૂ. 1.12 કરોડની કિંમતનું હેરોઇન પકડી પાડી બે જણની ધરપકડ કરી હતી. આરોપીઓ ઉત્તરાખંડના વતની હોઇ તેમની ઓળખ શાહદાબ સત્તાર અહેમદઅલી અને ખુદાબક્ષ તરીકે થઇ હતી. કોર્ટે તેમને 3 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આ પણ વાંચો : રાજસ્થાનમાં એમડી બનાવવાનું કારખાનું, પકડાયું: 100 કરોડનું ડ્રગ્સ જપ્ત

એએનસીના કાંદિવલી યુનિટનો સ્ટાફ મંગળવારે બોરીવલી પૂર્વમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમની નજર બે શખસ પર પડી હતી. બંનેની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેમને તાબામાં લેવાયા હતા. બંને જણની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. 1.12 કરોડની કિંમતનું હેરોઇન મળી આવ્યું હતું. આથી બંને શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરાઇ હતી. આરોપીઓએ આ ડ્રગ્સ કોને વેચવા બોરીવલીમાં આવ્યા હતા, તેની પોલીસ તપાસ કરી રહી છે.

Back to top button