આમચી મુંબઈ

Bombay High Courtએ આપ્યો Bank Of Barodaને આંચકો, જાણો શું છે આખો મામલો…

મુંબઈઃ ઓનલાઈન ચીટિંગ (Online Fraud) માટે બેંક એકાઉન્ટ હોલ્ડર (Bank Account Holder)ને જવાબદાર ઠેરવી શકાશે નહીં. આ ચીટિંગ બેંક કે ખાતાધારકને કારણે નથી થતી અને સિસ્ટમ રહેલી ખામી (Error In System)ને કારણ થાય છે એવું હાઈ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સિવાય સાઈબર ફ્રોડ (Cyber Fraud)ને કારણે 76 લાખ રૂપિયા ગુમાવનાર કંપનીને આ રકમ પાછા આપવાનો આદેશ કોર્ટે બેન્ક ઓફ બરોડા (Bank Of Baroda)ને આપ્યો છે. નિર્દોષ લોકો કેટલી સરળતાથી સાઈબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે એનું આ એક ઉદાહરણ હોવાનું પણ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India) દ્વારા જુલાઈ, 2017માં બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર થર્ડ પાર્ટી એપ કે સિસ્ટમમાં સર્જાયેલી ખામીને કારણે એકાદ ગેરકાયદે વ્યવહાર થાય છે અને એના માટે ખાતાધારકને જવાબદાર ના ઠેરવી શકાય. આ વ્યવહાર બેંક કે ગ્રાહકોની ભૂલને કારણે નહીં પણ સિસ્ટમમાં રહેલાં એરરને કારણે થાય છે એવું પણ કોર્ટે જણાવ્યું હતું. એટલું જ નહીં પણ બેંક ઓફ બરોડાના ગ્રાહક સંરક્ષણ ધોરણ પણ એવા જ હોવાનું કોર્ટે વધુમાં ઉમેર્યું હતું.

સાયબર ફ્રોડને કારણે ગુમાવેલા 76 લાખ રૂપિયા બેંકને પાછા આપવાનો આદેશ આપવાનો ઈનકાર કરનાર બેંકિંગ લોકપાલના આદેશને જયપ્રકાશ કુલકર્ણી, ફાર્મા સર્ચના આયુર્વેદ કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ જ યાચિકાની સુનાવણી કરતી વખતે બેન્ચ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સાયબર ફ્રોડથી મેળવેલાં નાણાંમાંથી અમેરિકન ડૉલર્સ ખરીદી વિદેશી નાગરિકને આપ્યા

યાચિકામાં આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલી ઓક્ટોબર, 2022ના યાચિકાકર્તાને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કોઈ ઓટીપી નંબર વિના જ કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓને કંપનીના બેંક એકાઉન્ટ સાથે બેનેફિશિયરી તરીકે એડ કરવામાં આવ્યા હતા. અને બીજા દિવસે એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને 76 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.

આરબીઆઈના નોટિફિકેશન અનુસાર યાચિકાકર્તાને બેંક પાસેથી રકમ પાછી મેળવવાનો અધિકાર છે અને બેંક ઓફ બરોડાએ છ અઠવાડિયાની અંદર કંપનીના 76 લાખ રૂપિયા પાછા આપવાનો આદેશ આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…