ગેરવર્તણૂક બદલ નીચલી અદાલતના બે ન્યાયાધીશ બરતરફ

મુંબઈ: ગેરવર્તણૂક અને અયોગ્ય વર્તન કરવા બદલ ભ્રષ્ટાચારના આરોપમાં નીચલી અદાલતના બે ન્યાયાધીશોને બોમ્બે હાઈકોર્ટે બરતરફ કર્યા છે. ન્યાયતંત્રના અધિકારીઓની આ પ્રકારની વર્તણુક આઘાતજનક છે. એડિશનલ સેશન્સ જજ ધનંજય નિકમ અને સિવિલ જજ ઇરફાન શેખને બરતરફ કરવાનો નિર્ણય શિસ્ત સમિતિની તપાસ બાદ લેવામાં આવ્યો હતો.
નિકમ પર લાંચનો આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળના કેસોની અધ્યક્ષતા કરનાર શેખ પર કથિત રીતે ભ્રષ્ટાચાર અને તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થોનો દુરુપયોગ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. શેખ વિરુદ્ધ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી હજી પેન્ડિંગ છે. હાઈકોર્ટે શુક્રવારે તેમને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: ન્યાયાધીશોએ વધુ પડતું બોલવું ન જોઈએ! જસ્ટિસ નરસિંહાએ પૂર્વ CJI ચંદ્રચુડને આપી સલાહ?
એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ છેતરપિંડીના કેસમાં જામીન આપવા માટે કથિત રીતે 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવા બદલ સાતારા જિલ્લા અને સેશન્સ જજ નિકમ સામે કેસ નોંધ્યો હતો.
જાન્યુઆરીમાં તેમણે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી પોતે નિર્દોષ હોવાનો અને કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. હાઈકોર્ટે માર્ચમાં તેમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
(પીટીઆઈ)