આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગણેશોત્સવઃ સાર્વજનિક મંડળોએ PoP પ્રતિબંધના નિયમોનું પાલન કરવાનો હાઈ કોર્ટનો આદેશ

મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP)માંથી બનાવેલી મૂર્તિઓ પરના પ્રતિબંધ અંગેની માર્ગદર્શિકાનું ફરજિયાત રીતે પાલન કરવાનું તમામ સાર્વજનિક મંડળોને જણાવવા માટે બૉમ્બે હાઇ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ કર્યો હતો.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકતી માર્ગદર્શિકા મે, ૨૦૨૦માં બહાર પાડવામાં આવી હતી અને તમામ મંડળે તેનું પાલન કરવું પડશે, એમ કોર્ટે કહ્યું હતું. જે મંડળોને પહેલાથી પરવાનગી આપવામાં આવી છે તેમાં વધુ શરતનો તાત્કાલિક ઉમેરો કરવાનો રહેશે કે તેઓ પીઓપીથી બનાવેલી મૂર્તિઓ સ્થાપિત કરી શકશે નહીં, એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.

૨૦૨૦ની સીપીસીબીની માર્ગદર્શિકાને કડક રીતે અમલમાં મૂકવામાં આવે એવી માગણી સાથે કરાયેલી અરજી પરની સુનાવણી દરમિયાન કોર્ટે ઉક્ત નિર્દેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે સંબંધિતો દ્વારા માર્ગદર્શિકાને કોઇ પણ પ્રકારે અમલમાં મૂકવામાં આવી નથી અને કહ્યું હતું કે પીઓપીની મૂર્તિઓના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કડક આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવશે.

‘તમે સાંભળ્યું જ હશે કે વિશેષ પરિસ્થિતિ માટે વિશેષ આદેશ. ૨૦૨૦થી આ માર્ગદર્શિકા અમલમાં છે. પર્યાવરણના પતન માટે આનાથી કેટલી વધુ તાકીદની પરિસ્થિતિની રાહ જોવાની?’, એવો સવાલ કોર્ટે કર્યો હતો. સીપીસીબીની સુધારિત માર્ગદર્શિકા અંગે સાર્વજનિક મંડળોને જણાવવા માટે પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજવાનો નિર્દેશ કોર્ટે પાલિકાના કમિશનરને કર્યો હતો.

આ પણ વાંચો : ગણેશોત્સવમાં 340થી વધુ ટ્રેન દોડાવાશેઃ રેલવે પ્રધાન

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પર્યાવરણ વિભાગ દ્વારા સર્ક્યુલર બહાર પાડીને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા પરિષદના સીઇઓ અને પાલિકાના વડાઓને મૂર્તિઓના વિસર્જન માટે સુધારિત માર્ગદર્શિકાનું પાલન કરવા અંગે જણાવવામાં આવ્યું છે

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…