આમચી મુંબઈ

બોમ્બે હાઈ કોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને મોટી રાહત આપી, હત્યા કેસમાં આપ્યા જામીન

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે આજે બુધવારે ગેંગસ્ટર છોટા રાજનને મોટી રાહત આપી છે, 2001ના જયા શેટ્ટી હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે છોટા રાજનને જામીન (Bombay high court granted bail to Chhota Rajan) આપ્યા છે. હોટેલિયર જયા શેટ્ટીની હત્યા માટે છોટા રાજનને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 30 મે, 2024 ના રોજ, વિશેષ MCOCA કોર્ટે રાજનને અન્ય લોકો સાથે દોષિત ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી. બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા નાબૂદ કરી છે.

જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેંચે છોટા રાજનને જામીન માટે રૂ. 1 લાખના બોન્ડ ભરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, છોટા રાજન અન્ય ઘણા ગુનાઓમાં દોષિત સાબિત થયો છે, આથી તે હાલ જેલમાં જ રહેશે.

છોટા રાજન ગેંગ તરફથી ખંડણી માટે હોટેલ માલિક જયા શેટ્ટીને ધમકી આપવામાં આવી હતી, આ મામલે તકરાર થતા રાજાન ગેંગના સાગરીતોએ જયા શેટ્ટીને 4 મે, 2001ના રોજ હોટલના પહેલા માળે ગોળી મારી હત્યા કરી હતી. ખંડણીની ધમકીઓ અંગે માહિતી મળ્યા બાદ જયા શેટ્ટીને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી, પરંતુ હુમલાના બે મહિના પહેલા જયાની અરજી પર સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.

Also Read – આલ્કોહોલ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, રાજ્યોને આપી આ સત્તા

રાજન ગેંગે રવિ પૂજારી મારફત જયા શેટ્ટી પાસેથી 50 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ કેસમાં અજય મોહિતે, પ્રમોદ ધોંડે અને રાહુલ પવનરેને પણ વર્ષ 2013માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

છોટા રાજને સજા વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગેંગસ્ટરે સજાને સ્થગિત કરવાની અને તેને વચગાળાના જામીન આપવાની માગણી કરી હતી.

રાજન 2011માં પત્રકાર જે ડેની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, હાલમાં રાજન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker