મુંબઈની કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી ફરી એલર્ટ | મુંબઈ સમાચાર

મુંબઈની કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી ફરી એલર્ટ

મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ફરી મુંબઈની એક કોલેજને બોમ્બની ધમકી મળ્યા બાદ પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયં હતું. પોલીસના જણાવ્યાનુસાર કોલેજના સત્તાવાર ઈમેલ-આઈડી પર બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળી હતી, પરંતુ તપાસ પછી કંઈ સંદીગ્ધ મળ્યું નહોતું.

પોલીસને મુંબઈ સ્થિત એક કોલેજને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે કોલેજના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભરી ઈમેલ મળતા કોલેજની સાથે પોલીસ પ્રશાસન દ્વારા સત્વરે તપાસ હાથ ધરવામાં આવી હતી. કાંદિવલી પશ્ચિમ સ્થિત ખાનગી કોલેજમાં બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી.

ઘટનાસ્થળે તપાસ માટે પોલીસ પ્રશાસન દ્વારા બોમ્બ સ્ક્વોડની ટીમ સાથે અન્ય એજન્સીના જવાનો પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફને સુરક્ષિત રાખવા માટે તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ સંદીગ્ધ નહીં મળતા પોલીસ અને કોલેજ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. બોમ્બની અફવા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે કાંદિવલીની એક સ્કૂલ પ્રશાસનને ઈમેલ મળી તી, જેમાં મોકલનારે પોતાને અફઝલ ગેંગ સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો. ઈમેલ મળ્યા પછી બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર કોલેજના પરિસરનું તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ સંદીગ્ધ મળ્યું નહોતું.

આ પણ વાંચો : 26મી જાન્યુઆરી નિમિત્તે સરકારે મુંબઈગરાઓને આપી ‘મોટી’ ભેટ, જાણો શું છે?

જોગેશ્વરી-ઓશિવરા વિસ્તારની સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળી હતી. અહીંની સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી નાખવાની ઈમેલ મળી હતી, જ્યારે તેને મોકલનારે પણ અફઝલ ગેંગ સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો. સ્કૂલમાં પણ તપાસ કર્યા પછી પણ કંઈ સંદીગ્ધ મળ્યું નહોતું.

એક અઠવાડિયામાં બીજી વખત મુંબઈના શૈક્ષણિક સંસ્થાને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળ્યા પછી પોલીસ જ નહીં, પરંતુ તમામ એજન્સી સતર્ક બની ગઈ છે. ગયા વર્ષે પણ દિલ્હી, ગુજરાત સહિત અન્ય રાજ્યની સ્કૂલ-કોલેજને ટાર્ગેટ કરીને આ પ્રકારના ઈમેલ કરીને પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી હતી.

Back to top button