આમચી મુંબઈ

બાબા સિદ્દીકીના મોતથી આઘાતમાં બોલિવૂડ, સલમાન ખાન શૂટિંગ રદ્દ કરી હૉસ્પિટલ પહોંચ્યો

મુંબઇઃ મહારાષ્ટ્રના પ્રખ્યાત નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાથી માત્ર રાજકીય જગતમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના દ્વારા આયોજિત સેલિબ્રિટીઝની ઇફ્તાર પાર્ટીઓ હંમેશા ચર્ચામાં રહેતી હતી અને સલમાન અને શાહરૂખ વચ્ચેના ઝઘડાને સમાપ્ત કરાવવામાં પણ તેઓ જ આગળ આવ્યા હતા.

| Also Read: કહેવાનું ઘણું છે, પણ…એમ કહી Baba Siddiqueએ Congress સાથેનો છેડો ફાડ્યો

તેમની હત્યાના સમાચાર સાંભળીને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ‘બિગ બોસ 18’નું શૂટિંગ અટકાવી દીધું હતું અને તરત જ બાંદ્રાની લીલાવતી હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા. બીજી તરફ સંજય દત્તને પણ સિદ્દીકીની મોતના સમાચાર મળતા જ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બાબા સિદ્દીકી સલમાન અને સંજય દત્તના ખૂબ જ નજીક મનાતા હતા. નોંધનીય છે કે જ્યારે એક પાર્ટીમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે લડાઈ બાદ અબોલા થયા હતા ત્યારે બાબા સિદ્દીકીએ જ ઇફ્તાર પાર્ટીમાં બંનેને આમંત્રિત કરીને મધ્યસ્થી કરીને તેમની દુશ્મનીને દોસ્તીમાં પલટાવી હતી. જોકે, બંને વચ્ચે દુશ્મનીનું કારણ શું હતું તે કોઈને ખબર નથી. સૂત્રોનું કહેવું છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

| Also Read: Baba Siddique death: રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું, આજે રાત્રે થશે દફનવિધિ

સલમાનને હોસ્પિટલમાં ન જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેમણે તેની અવગણના કરી હતી અને તેમના ખાસ મિત્ર બાબા સિદ્દીકીને શ્રદ્ધાંજલિ આપવા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા પણ બાબા સિદ્દીકીના મૃત્યુ બાદ મોડી રાત્રે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button