આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

દીપિકા પાદુકોણ- રણવીર સિંહના ઘરે ગુંજી કિલકારી, જાણો દીકરો છે કે દીકરી…

મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેની છેલ્લા નવ મહિનાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આખરે આવી ગયો છે. ગણેશ ચતુર્થીના શુભ તહેવારના એક દિવસ બાદ એટલે કે આજે દીપિકા પાદુકોણની ડિલીવરી થઇ છે. અભિનેત્રીના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. શનિવારે સાંજે રણવીર સિંહે તેની પત્ની દીપિકાને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને હવે આ ખુશીના સમાચાર જાણવા મળ્યા છે. આજે ઋષિ પંચમીના શુભ અવસરે દીપિકા-રણવીરને જીવનની સૌથી મોટી ખુશી મળી ગઇ છે.

આ પણ વાંચો : … તો Deepika Padukone નહીં પણ આ એક્ટ્રેસ હોત Ranveer Singhના બાળકની મા!

આ વર્ષની શરૂઆતમાં દીપિકા પાદુકોણે બધાને ખુશખબર શેર કરી હતી કે તે માતા બનવાની છે. લગ્નના 6 વર્ષ બાદ દીપિકા-રણવીર માતા-પિતા બની ગયા છે. સૂત્રોનું માનીએ તો દીપિકાએ સી-સેક્શન દ્વારા પુત્રીને જન્મ આપ્યો છે. અગાઉ એવા અહેવાલ હતા કે દીપિકા પાદુકોણ 28 સપ્ટેમ્બરે તેના બાળકને જન્મ આપશે, પણ તેને ડિલિવરીની તારીખના 20 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

આ પણ વાંચો : Mom to be Deepikaએ આપી બે સલાહ, એક તો પ્રકૃતિને માણો ન બીજી…

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંનેના પરિવારો લિટલ એન્જલના આગમનથી ખૂબ જ ખુશ છે. ગણેશોત્સવના શુભ અવસર પર ઘરમાં દીકરીનો જન્મ બાપ્પાના આશિર્વાદથી કમ નથી. હૉસ્પિટલમાં દાખલ થતા પહેલા રણવીર-દીપિકા બાપ્પાના આશિર્વાદ લેવા સિદ્ધિ વિનાયકના મંદિરે પણ ગયા હતા.

દીપિકા પાદુકોણ હાલમાં જ પ્રભાસ સ્ટારર કલ્કી 2898 એડીમાં જોવા મળી હતી, જે 2024ની સૌથી મોટી બ્લોકબસ્ટર બની હતી. તે હવે રોહિત શેટ્ટીના નિર્દેશક સિંઘમ અગેઇનમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ પણ છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ દીવાળી પર રિલીઝ થશે.

આ પણ વાંચો : Deepika Padukonની પ્રેગનન્સી પર Rana Duggabatiએ કરી રમૂજ તો અભિનેત્રીએ શું કહ્યુ?

આ સમાચાર બહાર આવતાની સાથે જ કપલને અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. લોકો સોશિયલ મીડિયા પર કપલ પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત