મનોરંજન

Deepika Padukonની પ્રેગનન્સી પર Rana Duggabatiએ કરી રમૂજ તો અભિનેત્રીએ શું કહ્યુ?

સૌથી વધુ કમાણી કરતી દીપિકા પદુકોણ (Deepika Padukon) હાલમાં ફિલ્મ અને પ્રેગનન્સીને લીધે ચર્ચામાં છે. ફિલ્મ કલ્કી 2898 એડીની (Kalki 2898 AD) એક ઈવેન્ટમાં દીપિકાએ બ્લેક ડ્રેસમાં કહેર મચાવ્યો હતો. અભિનેત્રીને બેબી બમ્પ ફ્લોન્ટ (mom to be deepika) કરતા જોઈ ચાહકો પણ જલસામાં આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર દીપિકાના ફોટાઓએ ધૂમ મચાવી છે.

દીપિકાની ફિલ્મ 27 જૂનના રોજ રીલિઝ થવાની છે. તેમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટણી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ બિગ બજેટ ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી અને આ ઈવેન્ટમાં દીપિકા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. દીપિકાએ બ્લેક હોલ્ટર નેકનો સ્કિની ડ્રેસ પહેર્યો હતો અને તેની ખુબસુરતીએ સૌને ઘાયલ કરી નાખ્યા હતા.

Aslo Read: શું Amitabh-Aishwaryaના સંબંધોમાં આટલી બધી ખારાશ આવી ગઈ છે? બીગ બીએ ફરી અટકળો વધારી

જોકે ઈવેન્ટમાં બધા એકબીજાની મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા ત્યારે અભિનેતા રાણા દુગ્ગાબાટીએ દીપિકાની પ્રેગનન્સીની રમૂજ કરી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ માતાની ભૂમિકામાં છે. આ પહેલા પણ તે બ્રહ્માસ્ત્ર અને પછી જવાનમાં અનુક્રમે રણબીર અને શાહરૂખ ખાનની માતાના રોલમાં જોવા મળી હતી. હવે આ ઇવેન્ટમાં દીપિકાએ ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવવાની વાત કરી હતી. બ્રહ્માસ્ત્ર અને જવાન પછી અભિનેત્રી કલ્કી 2898 એડીમાં ફરી એકવાર માતાની ભૂમિકા ભજવી રહી છે.

રાણા દગ્ગુબાતીએ દીપિકાને તેની પ્રેગ્નન્સી વિશે ચીડવતા કહ્યું કે તે હજુ પણ તેના પાત્રમાં છે. સાઉથ સ્ટારે દીપિકાને પૂછ્યું શું તેં નક્કી કર્યું છે કે ફિલ્મ પછી પણ તું તારા પાત્રમાં જ રહેશે?’ આના પર દીપિકાએ હસીને કહ્યું, હા, આ ફિલ્મને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો, તો મેં વિચાર્યું કે શા માટે બેબી બમ્પને થોડા વધુ મહિના સુધી ન જાળવી રાખુ.

Also Read: Black Bikiniમાં કરિશ્માએ આગ લગાવી, જોઈ લો તેના બોલ્ડ અંદાજને

દીપિકા પ્રભાસએ પ્રભાસની પણ ચુટકી લીધી હતી. દીપિકાએ કહ્યું કે પ્રભાસને કારણે તેના પેટમાં આવુ થઈ રહ્યું છે, કારણ કે અભિનેતા તેને સેટ પર ઘણીવાર કંઈકને કંઈક ખવડાવતો હતો. અગાઉ દીપિકા પાદુકોણ બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવમાં રણબીર કપૂરની માતાના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની પણ હતા. આ પછી અભિનેત્રી જવાનમાં શાહરૂખ ખાનની માતાના રોલમાં જોવા મળી હતી, જેમાં નયનતારા પણ જોવા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?