થાણેમાં ક્લિનિક ચલાવતા બોગસ ડૉક્ટરની ધરપકડ
થાણે: મેડિકલ ડિગ્રી વિના જ થાણેેમાં ક્લિનિક ચલાવતા બોગસ ડૉક્ટરની પોલીસે ધરપકડ કરી હતી.
શાંતિ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ બાદ અબ્દુલ ફરીદ ઉર્ફે સદ્દામ શરીફ ખાન (34)ની શુક્રવારની સવારે ધરપકડ કરવામાં આવી હતી. ખાન ભિવંડીના ગૈબી નગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
મળેલી માહિતીને આધારે ભિવંડી નિઝામપુરા મહાનગરપાલિકાના મેડિકલ ઑફિસરે ખાનના ક્લિનિક પર રેઇડી કરી હતી. તપાસ દરમિયાન ખાન યોગ્ય પરમિટ વિના ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : પતિએ ગર્ભવતી પત્નીના પેટ પર લાત મારી: પતિ સહિત પાંચ સામે ગુનો
આરોપી દવા આપી દર્દીઓની સારવાર કરતો હતો અને તેમની પાસેથી મોટી ફી વસૂલતો હતો.
પાલિકાના અધિકારીની ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 318(4) અને 125 તેમ જ મહારાષ્ટ્ર મેડિકલ પ્રેક્ટિશનર્સ ઍક્ટની જોગવાઈ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)