કલ્યાણમાં ગુમ 12 વર્ષની બાળકીનો મૃતદેહ કબ્રસ્તાન નજીક મળ્યો…
થાણે: કલ્યાણમાં ઘર બહારથી ગુમ થઈ ગયેલી 12 વર્ષની બાળકીનો મૃતદેહ બીજે દિવસે ગામના કબ્રસ્તાન નજીકથી મળી આવ્યો હતો.
આ પણ વાંચો : કાંદિવલીના બિઝનેસમૅન સાથે 7.50 કરોડનું સાયબર ફ્રોડ: પોલીસે 4.65 કરોડ બચાવ્યા
ડીવાયએસપી રાહુલ ઝલતેએ જણાવ્યું હતું કે મંગળવારની સવારે 10 વાગ્યાની આસપાસ બાપગાંવ વિલેજમાંથી પસાર થનારા રાહદારીની નજર કબ્રસ્તાનની દીવાલ નજીક પડેલા બાળકીના મૃતદેહ પર પડી હતી.
બાળકીના મૃતદેહને તેના વડીલોએ ઓળખી કાઢ્યો હતો. સોમવારે બાળકી ઘર બહારથી ગુમ થઈ ગઈ હતી. તેના વડીલોએ કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137 હેઠળ અપહરણનો ગુનો નોંધી બાળકીની શોધ હાથ ધરી હતી.
આ પણ વાંચો : ‘બોસ’ને ખુશ કરવા સોફ્ટવેર એન્જિનિયરે પત્ની પાસે કરી ચોંકાવનારી ડિમાન્ડ, પછી શું થયું?
અધિકારીના જણાવ્યા મુજબ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલની રાહ જોવાઈ રહી છે. બાળકીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. (પીટીઆઈ)