આમચી મુંબઈમહારાષ્ટ્ર

આખરે મિહિર કહ્યું કે મારી ભૂલ થઈ ગઈઃ પોલીસને કહી આ વાત

મુંબઈઃ વરલી ખાતે થયેલા હીટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહે પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ્યો છે અને પોતાની ભૂલ થઈ ગઈ તેમ કહ્યું છે. પોલીસે ડ્રાઈવરને સામે રાખી મિહિરની પૂછપરછ કરી હતી, જેમાં મિહિરે કહ્યું હતું કે મહિલા કારના બંપરમાં ફસાઈ હોવાની મને જાણ ન હતી, તે મને દેખાઈ ન હતી, એટલે મેં કાર હંકારી મારી. ત્યારબાદ તેણે મહિલાના મોત બદલ અફસોસ વ્યક્ત કર્યો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જૂહુબારમાં બતાવ્યું ખોટું સર્ટિફિકેટ
મિહિરે શનિવારે મોડી રાત્રે જૂહુના એક બારમાં મિત્રો સાથે શરાબ પીધી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. મિહિરની ઉંમર 23 વર્ષની છે અને મહારાષ્ટ્રના કાયદા અનુસાર 25 વર્ષથી નીચેની ઉંમરના લોકોને શરાબ પીવાની મંજૂરી નથી. ત્યારે મિહિરે જૂહુબારમાં શરાબ ઓર્ડર કરતા સમયે જે સર્ટિફિકેટ બતાવ્યું હતું તેમાં તેની ઉંમર 27 લખી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અગાઉ એ પણ જાણવા હતું કે હાજી અલીથી મહિરે કાર પોતે ડ્રાઈવ કરવા લીધી હતી. એક્સિડેન્ટ બાદ મિહિર પોતાના ઘરે ન જતા ગર્લફ્રેન્ડના ઘરે ગોરેગાંવ ગયો હતો. ઘટનાના 60 કલાક બાદ પોલીસે મિહિરને વિરારથી ઝડપી પાડ્યો છે.

મિહિરની બેદરકારીને લીધે કાવેરી નાખવા (45)નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે તેમનાં પતિ પ્રદીપને ઈજા થઈ હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button