બીએમસીમાં પરિવર્તન નજીક છે, મહાયુતિ સરકારે પાપોનો ઘડો તોડી નાખ્યો છે: ફડણવીસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બીએમસીમાં પરિવર્તન નજીક છે, મહાયુતિ સરકારે પાપોનો ઘડો તોડી નાખ્યો છે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: શિવસેના (યુબીટી) પર આડકતરો પ્રહાર કરતા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં પરિવર્તન નજીક છે, કારણ કે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ મહાનગરપાલિકાને લૂંટનારાઓના ‘પાપોનો ઘડો ફોડી નાખ્યો છે.’

મહાયુતિ સરકારે શહેરના વિકાસની શરૂઆત કરી છે, એમ ફડણવીસે શહેરમાં દહીં હાંડી ઉજવણીમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું. ‘મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પરિવર્તન નજીક છે. અમે મહાનગરપાલિકાને લૂંટનારાઓના પાપોનો ઘડો ફોડી નાખ્યો છે અને વિકાસની ‘હાંડી’ શરૂ કરી છે,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: દાદર કબૂતરખાનાનો મુદ્દો બન્યો સાંપ્રદાયિક મરાઠી વિરુદ્ધ જૈનોનું સ્વરૂપ આપવામાં આવ્યું

1997થી 2022 સુધી સતત 25 વર્ષ સુધી અવિભાજિત શિવસેનાએ એશિયાની સૌથી શ્રીમંત મનપા બીએમસી પર નિયંત્રણ રાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કૃષ્ણ જન્માષ્ટમી પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે.

ભગવાન કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર મહારાષ્ટ્રમાં દહીં હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં યુવાનો માનવ પિરામિડ બનાવે છે અને દોરડા વડે હવામાં લટકાવેલી દહીં હાંડીને ફોડે છે. ‘અમે ઇચ્છીએ છીએ કે લોકો સલામત અને સુરક્ષિત દહીં હાંડી ઉજવે,’ એમ તેમણે કહ્યું હતું.

મુખ્ય પ્રધાને નોંધ્યું હતું કે વરસાદથી માનવ પિરામિડ બનાવનારા ‘ગોવિંદા’ના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી.
ઘાટકોપરમાં ભાજપના વિધાનસભ્ય રામ કદમે પહેલગામ હુમલા પછી પાકિસ્તાનમાં ભારતના લશ્કરી હુમલા, ઓપરેશન સિંદૂરનો ભાગ રહેલા સુરક્ષા કર્મચારીઓને સમર્પિત દહીં હાંડી મૂકી હતી.

આપણ વાંચો: વાંધા-વિરોધ ધ્યાનમાં લીધા પછી જ બે કલાક ચણનો નિર્ણય લેવો જોઈએ: હાઈ કોર્ટ

‘આપણા સુરક્ષા દળોએ પાકિસ્તાનના પાપોની હાંડી તોડી નાખી અને અમે આ તહેવારને અમારા જવાનોની બહાદુરીને સમર્પિત કર્યો છે,‘ એમ તેમણે કહ્યું હતું. 2022માં, મહાયુતિ સરકારે દહીં હાંડીનો સાહસિક રમતનો ટેગ આપ્યો.
દહીં હાંડી ઉત્સવમાં ભાગ લેતા ‘ગોવિંદાઓ’ માટે સરકારે વીમા કવરેજની જાહેરાત કરી હતી.

આ વર્ષની ઉજવણી મહત્વપૂર્ણ છે કારણ કે તે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિ સામે આવી રહી છે અને બધા રાજકીય પક્ષો આ ઉજવણીનો ઉપયોગ તેમના કાર્યકરોને એકત્ર કરવા માટે કરી રહ્યા છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button