આમચી મુંબઈ
બીએમસીએ વોર્ડ સીમાંકન માટે વાંધા-વિરોધ અને સૂચનો મગાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ આગામી પાલિકા ચૂંટણીઓ માટે વોર્ડની ભૌગોલિક સીમાઓના મુસદ્દા અંગે નાગરિકો પાસેથી વાંધા-વિરોધ અને સૂચનો મગાવ્યા છે.
વાંધા-વિરોધ અને સૂચનો બાવીસમી સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યા સુધીમાં સબમિટ કરવાના રહેશે. બીએમસીએ શુક્રવારે મોડી રાત્રે તમામ 227 વોર્ડની ભૌગોલિક સીમાઓનો મુસદ્દો પ્રકાશિત કર્યો હતો.
આપણ વાંચો: મતોનું રાજકારણ: મહાનગરપાલિકા ચૂંટણીમાં મત મેળવવા રાજકીય પક્ષો વચ્ચે હોડ
પાલિકાના કમિશનર અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત પ્રશાસક ભૂષણ ગગરાણીએ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.
પાલિકા તમામ વાંધા-વિરોધ અને સૂચનોને ધ્યાનમાં લીધા પછી અંતિમ વોર્ડ સીમાઓ પ્રકાશિત કરશે.
દેશની સૌથી શ્રીમંત મહાનગરપાલિકા, બીએમસીની સામાન્ય સભાની ચૂંટણીઓ માર્ચ 2022થી બાકી છે.