આમચી મુંબઈ

કુણાલ કામરાનો શો યોજીને The Habitat studio મુશ્કેલીમાં ફસાયો; BMCએ ડિમોલિશન ડ્રાઇવ શરુ કરી

મુંબઈ: કુણાલ કામરાના તાજેતરના કોમેડી શોનો મુદ્દો હાલ મુંબઈનાં રાજકારણમાં ચર્ચાના (Kunal Kamra show) કેન્દ્રમાં છે. કુણાલ કામરાએ નામ લીધા વગર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)અંગે કટાક્ષ ભર્યું પેરોડી ગીત ગયું હતું, જેની ક્લીપ વાયરલ થતા શિવસેનાના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતાં, શિવસેનાના કાર્યકર્તાઓએ ખાર વિસ્તારમાં આવેલી યુનિકોન્ટિનેન્ટલ હોટલના ધ હેબિટેટ સ્ટુડિયો(The Habitat studio)માં તોડફોડ કરી હતી. હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પણ ડિમોલિશન શરુ કર્યું છે.

કુણાલ કામરાનો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે, એ શો હેબિટેટ સ્ટુડિયોમાં યોજાયો હતો. અહેવાલ મુજબ BMCની એક ટીમ હથોડા સાથે કમ્પાઉન્ડમાં પ્રવેશી હતી અને હાલમાં ડિમોલિશન ડ્રાઈવ ચલાવી રહી છે. આજે વહેલી સવારે, પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે BMC કમિશનર ભૂષણ ગગરાણી સાથે વાત કરી, જેમણે H વેસ્ટ વોર્ડ સ્ટાફને નિરીક્ષણ કરવા સૂચના આપી હતી.

આપણ વાંચો: કુણાલ કામરાએ Ola Electricના શેરમાં ગાબડું પાડ્યું! આટલા ટકાનો ઘટાડો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટુડિયોનો પરિસર બે હોટલ વચ્ચેની જગ્યા પર અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યો છે.

BMCનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્ટુડિયો માલિકે કેટલાક ગેરકાયદે કામચલાઉ શેડ બનાવ્યા છે, જેને અમે હવે દૂર કરી રહ્યા છીએ. આ માટે કોઈ સૂચનાની જરૂર નથી.”

રવિવારે રાત્રે શિવસેનાના કેટલાક કાર્યકરો સ્ટુડિયોમાં ઘુસી ગયા હતાં અને સ્ટુડિયો અને હોટલમાં તોડફોડ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે તોડફોડ કરવા બદલ શિવસેનાના કાર્યકર્તા રાહુલ કનાલ અને અન્ય 11 લોકોની પણ ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button