આમચી મુંબઈ

વાયુ પ્રદૂષણ ફેલાવનારી કન્સ્ટ્રકશન સાઈટ પર હવે ચાંપતી નજર પાલિકાની સ્પેશિયલ સ્કવોડ સક્રિય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના તમામ જગ્યાએ આવેલી ક્ધસ્ટ્રકશન સાઈટ પર દૈનિક સ્તરે ઈન્સ્પેકશન કરવા માટે સ્પેશિયલ સ્કવોડને ફરી સક્રિય કરી રહી છે. જોકે આ વખતે દરેક વોર્ડમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગના એક અધિકારી સ્કવોડ સાથે રહેશે. દરેક ટુકડીમાં હવે બે વોર્ડ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર (બિલ્ડિંગ એન્ડ ફેકટરી) ક્લાઈમેટ ચેન્જ વિભાગના એક અધિકારી અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થશે.

મુંબઈમાં ચોમાસા પછીની હવાની ગુણવત્તા કથળી ગઈ છે. શુક્રવારે સાંજે ક્ધસ્ટ્રક્શન પ્રવૃતિ અને ભારે ટ્રાફિકને કારણે મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૬૮ નોંધાયો હતો.

પાલિકાએ કનસ્ટ્રકશન સાઈન પર સેન્સર આધારિત મોનિટરિંગ સહિત તેના ૨૮ મુદ્દાની પ્રદૂષણ નિયંત્રણ માર્ગદર્શિકાનું કડક પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને પાંચ સભ્યોની વોર્ડ સ્તરીય એર પોલ્યુશન મિટિગેશન સ્કવોડને સક્રિય કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. દરેકની આગેવાની એક વરિષ્ઠ વોર્ડ અધિકારી દ્વારા કરવામાં આવશે અને વેહિકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ વાહન સાથે સજ્જ હશે.

પાલિકાના પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકાના પર્યાવરણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વર્ષે પર્યાવરણ વિભાગના અધિકારીઓને સ્કવોડમાં શામેલ કરવામાં આવશે. વોર્ડ મુજબની સ્કવોડ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે એર પોલ્યુશન મિટિગેશન ગાઈડલાઈનના ૨૮ મુદ્દાનું પાલન તમામ કનસ્ટ્રકશન અને ડિમોલીશન સાઈટ પર થાય છે કે નહીં તેનું દૈનિક સ્તરે નિરીક્ષણ કરાશે.

એર પોલ્યુશન મિટિગેશન ગાઈડલાઈન હેઠળ તમામ કનસ્ટ્રકશનઅને ઈન્ફ્રાસ્ટ્રકચર સાઈટ પર તેમની આજુબાજુ મેટલ શીટ ઊભી કરવી પડશે. અંડર ક્ન્સ્ટ્રકશન બિલ્ડિંગને લીલા કપડા, શણની ચાદર અથવા તાડપત્રીથી ઢાંકવી પડશે અને ડિમોલિશન દરમ્યાન સતત પાણીનો છંટકાવ કરવો પડશે. સેન્સર આધારિત એર ક્વોલિટી મોનિટર અને સીસીટીવી કેમેરા પણ ઈન્સ્ટોલ કરવા પડશે. આ ગાઈડલાઈનનું પાલન નહીં કરનારી કનસ્ટ્રકશનસાઈટને નોટિસ આપવાની સાથે જ સીલ કરવા જેવા પગલાં લેવામાં આવશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button