દિવાળી માટે BMC એ જારી કરી નવી ગાઈડલાઈન, મુંબઈગરાઓને કરી આ અપીલ?
મુંબઈઃ દિવાળીમાં એર પોલ્યુશનને લઈને મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. વધતા પ્રદૂષણને લઈ મુંબઈગરાઓની પાલિકાએ દિવાળી મુદ્દે ગાઈડલાઈન જારી કરતા કહ્યું હતું કે મુંબઈગરાઓ રાતના દસ વાગ્યા પછી ફટાકડાં ફોડે નહીં. આ ઉપરાંત, અવાજ વિનાના ફટાકડાં ફોડવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Diwali પહેલાં મુંબઈમાં આ વસ્તુ વેચવા પર Mumbai Policeએ મૂક્યો પ્રતિબંધ, અત્યારે જ જાણી લેજો, નહીંતર…
ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે પ્રકાશના પર્વ દિવાળીને પર્યાવરણના અનુસાર ઉજવણી કરવી જોઈએ. ફટાકડાં ફોડતી વખતે પણ સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. ફટાકડાં ફોડતી વખતે ખાસ કરીને બાળકો-સિનિયર સિટિઝનની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. ફટાકડા પણ એવા ફોડવા જેથી કરીને નોઈઝ પોલ્યુશન ઓછું થાય અને શક્ય એટલે નોઈઝ લેસ ફટાકડાં ફોડવા જોઈએ.
દિવાળીના મહાપર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવાની અપીલ કરતા પાલિકાએ કહ્યું છે કે દિવાળીના દિવસોમાં ઘરોમાં રોશનીથી ઘરને સજાવવામાં આવે છે અને ફટાકડા પણ ફોડવામાં આવી રહ્યા છે, પરંતુ દિવાળીના દિવસોમાં ખાસ કરીને પ્રદૂષણનું ધ્યાન રાખવામાં આવે તો દિવાળી પણ યાદગાર રહેશે.
આ પણ વાંચો :Diwali Muhurat Trading: આ વર્ષે દિવાળીનું મુહૂર્ત ક્યારે ? 31મી ઓક્ટોબર કે 1લી નવેમ્બર, જાણો તેનું મહત્વ
પાલિકાએ જણાવ્યું છે કે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે પ્રશાસન દ્વારા અનેક ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. લોકોએ દિવાળી દરમિયાન રાતના દસ વાગ્યા સુધી ફટાકડાં ફોડે એ ધ્યાનમાં રાખે. શક્ય એટલા ફટાકડા પણ રાતના દસ વાગ્યા સુધી ફોડવામાં આવે, જેથી એર અને નોઈઝ પોલ્યુશન પણ ઓછું થાય છે. ફટાકડાના પ્રદૂષણથી ખાસ કરીને બાળકો, ગર્ભવતી, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓને આરોગ્ય સંબંધિત સમસ્યા થાય છે. રાજ્યમાં 31મી ઓક્ટોબરના દિવાળીનું સેલિબ્રેશન કરવામાં આવશે, ત્યારે સુરક્ષા સંબંધમાં જાહેર જનતા ધ્યાન રાખે એ જરુરી રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.