મેરેજ રજિસ્ટ્રેશન માટે હવે ફાસ્ટ ટ્રેક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મેરેજ રજિસ્ટ્રેશન માટે હવે ફાસ્ટ ટ્રેક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મેરેજ રજિસ્ટ્રેશન માટે ગયા અઠવાડિયે શનિવાર અને રવિવારના રજાના દિવસે રજિસ્ટ્રેશન સર્વિસ ચાલુ કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ હવે ફાસ્ટ ટ્રેક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરી છે, જે સોમવારથી શુક્રવાર સુધી તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા એપોઈન્ટમેન્ટના આધારે ઉપલબ્ધ થશે. આ સર્વિસ હેઠળ આપવામાં આવેલા સર્ટિફિકેટમાં ડિજિટલ વેરિફીકેશન માટે ક્યૂઆર કોડ સામેલ હશે અને ટૂંક સમયમાં સુરક્ષિત, પેપરલેસ એક્સક માટે ડિજિલોકલ સાથે સંકલિત કરવામાં આવશે. આ પહેલ સામે મુંબઈ મહાનગરપાલિકા દેશની પહેલી મ્યુનિસિપલ કૉર્પોરેશન બની ગઈ છે, જે જાહેર રજાના દિવસે પણ લગ્નની રજિસ્ટ્રેશન સર્વિસ ઉપલબ્ધ કરે છે.

તાજેતરના ડેટા અનુસાર પાલિકામાં વાર્ષિક સરેરાશ ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ લગ્ન નોંધાય છે. ફાસ્ટ ટ્રેક મેરજ રજિસ્ટ્રેશન સર્વિસ અઠવાડિયાના ચાલુ દિવસોમાં ઉપલબ્ધ છે જયારે અઠવાડિયાના અંતે વીકએન્ડ મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ શનિવાર અને રવિવારે ઉપલબ્ધ છે. બંને સેવાઓ માટે પ્રમાણભૂત ફી અને વધારાના ૨,૫૦૦ રૂપિયા ભરવા પડે છે.

આ પણ વાંચો: મુંબઈમાં હવે વીકએન્ડ મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ: સોમવારથી શુક્રવાર ફાસ્ટ ટ્રૅક મેરેજ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ

હજી ગયા અઠવાડિયે જ આ સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પાલિકાના જણાવ્યા મુજબ વીકએન્ડમાં લગ્ન રજિસ્ટર કરાવવા માગતાં યુગલોએ તેમની પસંદગીની તારીખના આગલા દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેમની ઓનલાઈન અપોઈન્ટમેન્ટ અરજી સબમિટ કરવાની રહેશે. આ સમયમર્યાદા પછી મળેલી અરજીઓ તે અઠવાડિયાના અપોઈન્ટમેન્ટ માટે ધ્યાનમાં લેવામાં આવશે. અઠવાડિયાના ચાલુ દિવસોમાં ફાસ્ટ-ટ્રેક મેરેજ રજિસ્ટ્રેશન માટે તાત્કાલિક પ્રક્રિયા માટે તે જ દિવસે ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકાય છે. આ સેવા ખાસ કરીને તાત્કાલિક જરૂરિયાત માટે તે જ દિવસે મેરેજ સર્ટિફિકેટની આવશ્યકતા હોય તેવા લોકો માટે ઉપયોગી સાબિત થશે.

હવેથી મેરેજ રજિસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવશે. સંપૂણઽર્ઽ ચકાસણી પછી મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સીધા અરજદારોને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button