અજિત પવારને મોટો ફટકો: નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકની કારમી હાર, જાણો કારણ?

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો મતગણતરી ચાલી રહી છે, ત્યારે મુંબઈમાં અજિત પવાર જૂથ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને સૌથી મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના ઉમેદવાર અને દિગ્ગજ નેતા નવાબ મલિકના ભાઈને કોંગ્રેસના ઉમેદવારે હરાવ્યા છે. મુંબઈમાં અજિત પવાર જૂથ કપ્તાન મલિક માટે સૌથી મોટો દાવ રમીને મહાયુતિથી અળગા પણ રહ્યા હતા.
મુંબઈના સૌથી વધુ ચર્ચામાં રહેનારા કુર્લા વેસ્ટ વોર્ડ 165માં રહ્યો છે, જ્યાં નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને જોરદાર હારનો સામનો કરવો પડ્યો છે. નવાબ મલિકના ભાઈને કોંગ્રેસના અશરફ આઝમીએ પરાસ્ત કર્યા છે. અહીંના વોર્ડમાં બંને ઉમેદવાર વચ્ચે જોરદાર કાંટે કે ટક્કર ચાલી રહી હતી, પરંતુ અખારે કપ્તાન મલિકને હારનો સામનો કરવો પડ્યો છે, જે પાર્ટી માટે પણ મોટો ફટકો છે.
ચૂંટણીમાં નવાબ મલિક સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. ચૂંટણીમાં નવાબ મલિક અને તેમના પરિવારને લઈ વિવાદ ચાલી રહ્યો હતો, કારણ કે પરિવારના અનેક સભ્યોને ટિકિટ આપવા અંગે સવાલો કરવામાં આવ્યા હતા. પરિવારમાંથી ત્રણ સભ્યને ટિકિટ આપવા મુદ્દે વિવાદ પણ થયો હતો.
અજિત પવાર જૂથે નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને 165 તથા બહેન ડોક્ટર સઈદા ખાનને 169 અને 170 બેઠક પરથી બુસરા નદીમ મલિકને ટિકિટ આપવામાં આવી હતી. એક જ પરિવારમાંથી ટિકિટ આપવા મુદ્દે કાર્યકર્તાઓ અને નેતાઓમાં પણ નારાજગી જોવા મળી હતી.
કુર્લા વેસ્ટના 165 વોર્ડની અહીંની સીટની વાત કરીએ તો કોંગ્રેસના અશરફ આઝમી, ભારતીય જનતા પાર્ટીના રુપેશ નારાયણ પવાર, એનસીપી-એસપી (શરદ પવાર) જૂથવતીથી દિલીપ કાંબળે અને એનસીપી (અજિત પવાર) જૂથના કપ્તાન મલિકને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…પાલિકા મહાસંગ્રામઃ મુંબઈમાં સૌથી પહેલા જીતેલા કોંગ્રેસના ઉમેદવારે જીતનો શ્રેય કોને આપ્યો?



