મહારાષ્ટ્રમાં લાડકી બહિણ યોજના પર ચૂંટણી પંચનો સ્ટે: જાન્યુઆરીનો હપ્તો જમા નહીં થાય

મુંબઈ: મહારાષ્ટ્રમાં લાડકી બહિણ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવે છે, પરંતુ હવે 15 જાન્યુઆરીએ રાજ્યની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મતદાનના એક દિવસ પહેલાં જાન્યુઆરી મહિનાના લાભને એટલે કે લાડકી બહિણ યોજનાના રૂપિયા જમા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. 15 જાન્યુઆરીએ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી રહી છે જેની રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ છે.
ચૂંટણી પંચે સરકારે પાસે માગ્યો જવાબ
મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા એના સમાચાર વહેતા થયા હતા કે ‘લાડકી બહેનોને મકરસંક્રાંતિનું મોટી ભેટ! 14 જાન્યુઆરી પહેલાં ડિસેમ્બર-જાન્યુઆરીના 3,000 રૂપિયા ખાતામાં જમા થશે’. આવા સમાચાર ચૂંટણી પંચને મળ્યાં હતાં. આ સાથે ચૂંટણી પંચને કેટલીક ફરિયાદો પણ મળી હતી. લાડકી બહિણ યોજના અંગે સરકારે શું નિર્ણય લીધો છે તે મામલે ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.
આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ
4 નવેમ્બર 2025ના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવેલી છે. મુખ્ય સચિવ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો હતો. આદર્શ આચારસંહિતા પ્રમાણે જોઈએ તો જે યોજાના ચૂંટણી જાહેર થયેલી છે તેને ચાલુ રાખી શકાય છે, પરંતુ નવી યોજના જાહેર કરી શકાય નહીં. એટલું જ નહીં, પણ ચૂંટણી પહેલાં શરૂ થયેલી યોજનામાં લાભ પણ આપી શકાય નહીં. આ ચૂંટણી જાહેર થયા બાદ ચાલુ યોજનામાં નવા નામો પણ જોડી શકાય નહીં. જેથી મહારાષ્ટ્રમાં લાડકી બહેન યોજનાનો અગ્રિમ લાભ મળશે નહીં.
શું છે આ લાડકી બહિણ યોજના
મહારાષ્ટ્ર સરકારની મુખ્ય યોજના છે લાડકી બહેન યોજના, આ યોજનામાં પાત્ર મહિલાઓને એક મહિનાદીઠ 1500 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત થઈ તેનું શ્રેય પણ આ યોજનાને જ માનવામાં આવે છે. હવે આમાં બન્યુ એવું છે કે, ભાજપના એક નેતા દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવે છે કે, લાડકી બહિણ યોજનામાં ડિસેમ્બર અને જાન્યુઆરી એમ બે મહિનાનો હપ્તો સાથે જમા કરવામાં આવશે. આ રૂપિયા મકરસંક્રાંતિ પહેલા તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: મરાઠી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરોઃ એકનાથ શિંદનો રાજ ઠાકરે પર પ્રહાર



