મુંબઈગરાને વોટર ઈન્ફોર્મેશન સ્લીપ ઘરે પહોંચાડવાનું શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા ૨૦૨૬ની ચૂંટણી ગુરુવાર, ૧૫ જાન્યુઆરીના યોજાઈ રહી છે. તે માટે મતદારોનું નામ, એડ્રેસ તથા મતદાર યાદીમાં ક્રમાંક, મતદાન કેન્દ્રનું નામ અને રૂમ નંબર સહિતની તમામ આવશ્યક માહિતી સાથેની વોટર ઈન્ફોર્મેશન સ્લીપની વિતરણની પ્રક્રિયા નવ જાન્યુઆરી, શુક્રવારથી શરૂ કરી દેવામાં આવી છે.
ચૂંટણી પંચના નિર્દેશ મુજબ મતદારોને તેમના મતદાન કેન્દ્ર, મતદાન યાદીનો ક્રમાંક જેવી માહિતી મળી રહે તે માટે વોટર ઈન્ફોર્મેશન સ્લીપ મતદારોના ઘરે પહોંચવામાં આવી રહી છે.
અમુક મતદારોને જો કોઈ કારણસર આ સ્પીલ ઉપલબ્ધ નહીં થાય તો તેમને મતદાનના દિવસે એટલે કે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મતદાન કેન્દ્રની બહાર રહેલા મતદાન કેન્દ્ર અધિકારી, મહાનગરપાલિકાના કર્મચારી મારફત મતદારોને તેમની વોટર ઈન્ફોર્મેશન સ્લીપ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.



