BMC ચૂંટણી 2026: અપક્ષ ઉમેદવારો સંખ્યામાં મોટો ઘટાડો; જાણો શું છે કારણ…

મુંબઈ: નવ વર્ષના લાંબા સમયગાળા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીઓ યોજવાની છે, 15 જાન્યુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, અહેવાલ મુજબ આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.
એક રીસર્ચના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ચૂંટણી ખર્ચમાં વધારો, ગઠબંધનની મજબૂરીઓ, પૈસા અને રાજકીય વગને કારણે ઉમેદવારો અપક્ષ ફોર્મ નથી ભરી રહ્યા.‘કોન્સ્ટિટિંગ મ્યુનિસિપલ ઈલેક્શન્સ: મોટિવેશન્સ એન્ડ સ્ટ્રેટેજી’ ટાઈટલ હેઠળના રીસર્ચ રીપોર્ટ મુજબ, વર્ષ 2012 થી અપક્ષ ઉમેદવારોનો હિસ્સો ઝડપથી ઘટી રહ્યો છે. 2012 ની BMC ચૂંટણીઓ પર નજરી કરીએ તો તમામ ઉમેદવારોમાં અપક્ષ ઉમેદવારોમાંથી 40.97% અપક્ષ ઉમેદવારો હતાં, પરંતુ 2017 માં આ આંકડો ઘટીને 30.67% થયો હતો. 2026 ની BMC ચૂંટણીઓ માત્ર 32.8% અપક્ષ ઉમેદવારો છે.
આ પણ વાંચો…મત ગણતરી પ્રક્રિયા સરળ બનાવવા પહેલી વખત પ્રિન્ટિંગ ઓક્સિલરી ડિસ્પ્લે યુનિટ મશીનો તહેનાત કરાશે
ખરેખર સ્વતંત્રને ચૂંટણી લડવી મુશ્કેલ:
સંશોધનકર્તાના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ ચૂંટણીઓ વધુને વધુ સ્પર્ધાત્મક બની રહી છે, ચૂંટણી લડવા માટે અઢળક નાણા અને અન્ય સંસાધનોની જરૂર પડે છે. મોટાભાગના અપક્ષ ઉમેદવારોને રાજકીય પક્ષોનો પાછળથી ટેકો મળતો હોય છે, ખરેખર સ્વતંત્ર રહીને ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો ખુબજ ઓછા હોય છે.
આ પણ વાંચો…ચૂંટણી પ્રક્રિયામાં ગેરહાજર રહેલા ૬,૮૭૧ અધિકારી-કર્મચારીઓને નોટિસ…
મહારાષ્ટ્રનું રાજકારણ બદલાયું:
સંશોધનકર્તાએ જણાવ્યું કે 2026ની ચૂંટણીમાં વર્ષ 2017ની ચૂંટણી કરતા લાગ પ્રકારના જ રાજકીય સંદર્ભો છે, નવ વર્ષ બાદ ચૂંટણીઓ યોજાઈ રહી છે. અ સમયગાળામાં મહારાષ્ટ્રમાં ગઠબંધનની રાજનીતિને સતત બદલાતી રહી. કાર્યકર્તાઓને ટિકિટ કે અન્ય પદ આપવાના વચનો પુરા થઇ શક્યા નથી, આના કારણે કેટલાક પક્ષોમાં બળવો થયો હતો
એમ પણ જણાવવામાં આવ્યું કે ક્યારેક રાજકીય પક્ષો મતદારોને મૂંઝવણમાં મૂકવા માટે સ્થાનિક સમુદાયના સમાન નામો ધરવતા અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે.
આ વોર્ડ પર માત્ર બે જ ઉમેદવારો!
BMC ચૂંટણી 2026માં ભાગ્યેજ જોવા મળતા સંજોગો પણ સર્જાયા છે. વોર્ડ 226 માં ભાજપના મકરંદ નાર્વેકર અને અપક્ષ ઉમેદવાર તેજલ પવાર, એમ ફક્ત બે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. BMC ચૂંટણીના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી.
અહેવાલ મુજબ ચૂંટણી લડવાનો ખર્ચ ખુબજ વધી ગયો છે, રાજકીય સમર્થન વિના, અપક્ષ ઉમેદવારોને ભંડોળ મળવું મુશ્કેલ છે. જેને કારણે અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
આ પણ વાંચો…પોલિંગ બૂથમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે?



