આમચી મુંબઈ
ધારાવીના ગેરકાયદેસર બાંધકામો ઉપર બીએમસીનું બુલડોઝર

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાં સ્થાન ધરાવતી ધારાવીના રીડેવલપમેન્ટના શ્રીગણેશ રૂપે ૧૮મી માર્ચથી સર્વેની કામગીરી હાથ ધરાશે. ત્યારે આ વિસ્તારમાં રાતોરાત ઊભા કરી દેવાયેલા ઘર અને કારખાનાંના અનેક ગેરકાયદેસર બાંધકામો ઉપર બીએમસીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ધારાવીના વોર્ડ ૧૮૮માં એ કે જી નગર ખાતે ચર્મ બજારમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડતા બીએમસીના કર્મચારીઓ.