આવતી કાલે રેલવેના મધ્ય અને પશ્ચિમ માર્ગમાં બ્લોક, જાણી લો શું રહેશે LOCAL TRAINનું ટાઈમટેબલ
મુંબઈ: રેલવે પ્રશાસન દ્વારા મુંબઈ ડિવિઝનના મધ્ય અને પશ્ચિમ માર્ગ પર વિવિધ મેન્ટેનન્સના કામકાજ માટે રવિવારે (4-2-2024) મેગાબ્લોક લેવામાં આવવાનો છે. રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન માર્ગના સ્લો લાઇનમાં આ બ્લોક લેવામાં આવશે.
મધ્ય રેલવે માર્ગમાં સવારે 10.55 વાગ્યાથી બપોરે 3.55 વાગ્યા સુધીના આ બ્લોક દરમિયાન સીએસએમટીથી વિદ્યાવિહાર અપ અને ડાઉન માર્ગના સ્લો લાઇનમાં બ્લોકને લીધે આ માર્ગની બધી જ ટ્રેનોને ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે. તેમ જ માર્ગમાં દોડતી ફાસ્ટ લોકલને ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર પણ ઊભી રાખવામાં આવશે.
આ પણ વાંચો:
મધ્ય રેલવેના ટ્રાન્સ હાર્બર માર્ગમાં થાણે-વાશી/નેરૂળના અપ અને ડાઉન માર્ગમાં સવારે 11.10 વાગ્યાથી સાંજે 4.10 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. બ્લોકને લીધે થાણેથી વાશી/નેરૂળ/પનવેલ અપ અને ડાઉન માર્ગની દરેક લોકલ ટ્રેનોને રદ રાખવામાં આવી છે.
આવતીકાલે પશ્ચિમ રેલવેના બોરીવલી અને અંધેરી અપ અને ગોરેગામથી બોરીવલી ડાઉન ફાસ્ટ માર્ગ પર પણ બ્લોક લેવામાં આવવાનો છે. સવારે 10 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીના આ બ્લોકને લીધે બોરીવલીથી અંધેરી દરમિયાન અપ અને ડાઉન લોકલને સ્લો માર્ગ પર ડાઇવર્ટ કરવામાં આવશે અને અનેક ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે.