આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે ભાજપ આપશે ‘રિપોર્ટ કાર્ડ’, જાણો શું છે આ પ્લાનિંગ

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા 2024ની લોકસભા ચૂંટણીમાં 400 પર બેઠક મેળવવા માટે દરેક તાકાતનો વાપર કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા અમુક ઉમેદવારોના નામની જાહેરાત કરીને તેમને ચૂંટણી પ્રચાર કરવા માટેનું રિપોર્ટ કાર્ડ આપવામાં આવવાનું છે. આ બાબતે ભાજપ મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ 24 ઉમેદવારોની બેઠક લઈને તેમને ચૂંટણી પ્રચારમાં શું કરવું એ બાબતે તેમનું સંબોધન કર્યું હતું.

ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા મતદાતાઓને આકર્ષિત કરવા માટે પ્રચાર કેવી રીતે કરવો અને કઈ બાબત પર વધુ ધ્યાન આપવું એ બાબતે ઉમેદવારો દરરોજ એક રિપોર્ટ કાર્ડ આપીને સમજાવવામાં આવશે. ભાજપ ઉમેદવારના ચૂંટણી પ્રચારના પોસ્ટર, પેમ્પલેટ અથવા બીજી કોઈ બાબત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર, ભાજપના કમળ ચિહ્નની સાઇઝ ઉમેદવારની તસવીર કરતાં મોટી હશે, એવું બાવનકુળેએ ઉમેદવારોને કહ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપની કેન્દ્રીય અને રાજ્ય કાર્યાલય બંને એક થઈને કામ કરી રહી છે. ઉમેદવારોને લોકસભા સીટ વિસ્તારની રાજકીય પરિસ્થિતિ, પ્રચારમાં થતી ભૂલોને કેવી રીતે સુધારવી, ઉમેદવાર વિશે લોકોનો અભિપ્રાય શું છે? તે અંગેની તમામ માહિતી ઉમેદવારોને આ રિપોર્ટ કાર્ડમાં આપવામાં આવવાનું છે, જેથી જણાવ્યાં મુજબ ઉમેદવારો તેમના પ્રચારમાં વધુ મહેનત કરે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button