મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો, જીત બાદ પીએમ મોદીએ કરી પોસ્ટ…

મુંબઈઃ મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. આ મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિ ગઠબંધને પ્રચંડ વિજય મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે 10 વાગ્યે નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણી માટે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. ભાજપની જીત થતાં પીએમ મોદીએ સહિત અનેક નેતાઓએ મહારાષ્ટ્રની સીએમ અને નાયબ સીએમને શુભેચ્છાઓ પાઠવી છે.
ભાજપ અને મહાયુતિ ગઠબંધને પ્રચંડ વિજય
પરિણામની વાત કરવામાં આવે તો, મત ગણતરી દરમિયાન શરૂઆતથી જ ભાજપ અને મહાયુતિએ વિપક્ષ પર પ્રભુત્વ મેળવી લીધું હતું. આ જીત બાદ મહાયુતિ છાવણીમાં ઉજવણીનો માહોલ છે. એટલું જ નહીં પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપ અને મહાયુતિની આ જીત માટે એક્સ પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં હવે ભાજપ સારી એવી પકડ જમાવી રહ્યું છે. પહેલા વિધાનસભા અને હવે નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીમાં પણ પોતાનું સ્થાન મજૂબત કરી દીધું છે.
આ પણ વાંચો…લાતુર સહિત પુણેમાં અજીત પવાર ફોર્મમાં: ૧૭માંથી ૧૦ જગ્યા પર પક્ષના નગરાધ્યક્ષના ઉમેદવાર વિજયી…
આશીર્વાદ આપવા બદલ હું મહારાષ્ટ્રના લોકોનો આભાર
મહારાષ્ટ્રમાં ભાજપની જીત માટે એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, ‘મહારાષ્ટ્ર વિકાસની સાથે મજબૂત રીતે ઉભું છે. મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિને આશીર્વાદ આપવા બદલ હું મહારાષ્ટ્રના લોકોનો આભારી છું. આ જીત જન-કેન્દ્રિત વિકાસના અમારા વિઝનમાં વિશ્વાસને દર્શાવે છે. અમે રાજ્યના દરેક નાગરિકની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. હું ભાજપ અને મહાયુતિના કાર્યકરોને પાયાના સ્તરે તેમની મહેનત માટે પ્રશંસા કરું છું’.
આ જીતની ખુશી વ્યક્ત કરતા મહારાષ્ટ્રની મુખ્ય પ્રધાને એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિને પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના લોકોનો ખરેખર આભારી છું. આ નોંધપાત્ર સફળતા આપણા સમર્પિત કાર્યકર્તાઓનું છે; તેમની મહેનત, પ્રતિબદ્ધતા અને ખંતને કારણે આ વિજય શક્ય બન્યો છે.
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને જંગી જીત થઈ છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના આંકડાની વાત કરવામં આવે તો, 288 બેઠકો (246 નગર પરિષદો અને 42 નગર પંચાયતો)ના પરિણામોમાં મહાયુતિને 215 બેઠકો પર જીત મળી છે. ગઠબંધનમાં ભાજપની 120 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાની 57 બેઠકો પર, NCP અજિતની 37 બેઠકો પર જીત થઈ છે. જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના ભાગે ફક્ત 51 બેઠકો જ આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો…વિકાસ યોજનાઓ પર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ લડી: ફડણવીસ…



