ભાજપના સાંસદની ગાડીનો ગઢચિરોલી પાસે થયો ભીષણ અકસ્માત: સદનસીબે કોઇ જાનહાની નહી
ગઢચિરોલી: ભાજપના સાંસદ અશોક નેતેની ગાડીનો ભીષણ અકસ્માત થયો છે. નાગપૂરથી ગઢચિરોલી તરફ જતી વખતે વીરગાવ પાસે આ અકસ્માત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં એશોક નેતે બાલબાલ બચી ગયા હતાં. તેઓ સલામત છે પણ તેમની ગાડીને ખૂબ મોટું નૂકસાન થયું છે. અશોક નેતે આ જ ગાડીમાં હતા, તેમની ગાડી ગઢચિરોલી તરફ જઇ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. અને તેઓ સલામત રીતે ગઢચિરોલી પહોચી ગયા હોવાની જાણકારી મળી રહી છે.
અશોક નેતે ભાજપના ગઢચિરોલી-ચિમુર લોકસભા મતદારસંઘના સાંસદ છે. મહાયુતીની ગઇ કાલે જ મુંબઇમાં ખૂબ મહત્વની બેઠક યોજાઇ હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વર્ષા બંગલા પર આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહાયુતીના તમામ વિધાનસભ્યો અને સાંસદ આવ્યા હતાં. આ બેઠક માટે જ અશોક નેતે પણ મુંબઇ આવ્યા હતાં.
મુંબઇની બેઠક પતાવીને અશોક નેતે મોડી રાત્રે નાગપૂર પહોંચ્યા હતાં.
રાત્રે ઘણું મોડું થયું હોવાથી તેઓ પોતાના ઘરે ગઢચિરોલી જઇ શક્યા નહતાં. તેઓ નાગપૂરમાં જ રોકાઇ ગયા હતા. ત્યાર બાદ તેઓ આજે સવારે તેમની ગાડી લઇને નાગપૂરથી ગઢચિરોલી જવા નિકળ્યા હતાં. દરમીયાન આજે સવારે 10 વાગે તેમની ગાડીને અકસ્માત નડ્યો હતો.
અકસ્માત થતાં ગાડીની એરબેગ નીકળી હતી. તેથી ગાડીમાં બેઠેલાં કોઇને પણ ઇજા થઇ નહતી. ગાડીમાં સવાર બધા જ લોકો સલામત છે. જોકે ગાડીની હાલત જોઇને આ ગાડી કેટલી સ્પીડમાં હશે તેનો અંદાજો લગાવી શકાય છે. હાલમાં અશોક નેતે તેમના મતદારસંઘમાં પહોચી ગયા હોવાની વિગતો જાણવા મળી છે.