હિંમત હોય તો આ સીટ પર લડોઃ ભાજપના વિધાનસભ્યએ રાઉત-પટોલેને ખુલ્લી ચેલેન્જ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને બ્યુગલ વાગી ગયું છે, ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ તેના ૯૯ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે, મહાવિકાસ આઘાડી (એમવીએ)માં હજુ પણ બેઠક માટે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન દક્ષિણ નાગપુરના ભાજપના ઉમેદવારે સાંસદ સંજય રાઉત અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ દક્ષિણ નાગપુરથી ચૂંટણી લડે. જણાવી દઈએ કે દક્ષિણ નાગપુર સીટ માટે શિવસેના યુબીટી અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
નાગપુરની રામટેક અને દક્ષિણ નાગપુર વિધાનસભા બેઠકોને લઈને શિવસેના યુબીટી અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ સાથે જ ભાજપે બંને વિધાનસભા બેઠક માટે મહાયુતિના ઉમેદવારોની જાહેરાત કરી છે. દક્ષિણ નાગપુરથી ભાજપે વિધાનસભ્ય મોહન મતેને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે રામટેકથી એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર આશિષ જયસ્વાલને મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણીઃ RSS અને VHP આ મુદ્દાઓ પર આ પાર્ટી માટે વોટ માંગશે…
ભાજપના ઉમેદવાર મોહન મતેએ સંજય રાઉત અને નાના પટોલેને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે દક્ષિણ નાગપુર વિધાનસભાને લઈને તેઓ એકબીજા સાથે નહીં લડે, પરંતુ બંનેએ અહીં આવીને લડવું જોઈએ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
ભાજપના ઉમેદવારે કહ્યું કે નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ અને પોતે દક્ષિણ નાગપુર વિધાનસભામાં ઘણા વિકાસ કાર્યો કર્યા છે. અહીંથી જ નીતિન ગડકરીને લોકસભામાં પણ ૨૦-૨૨ હજારની લીડ મળી હતી. જો સાંસદ સંજય રાઉત અને નાના પટોલેમાં ચૂંટણી લડવાની હિંમત હોય તો દક્ષિણ નાગપુરથી ચૂંટણી લડીને બતાવે, એકબીજા સાથે લડીને શું થશે? મોહન મતે કહ્યું કે બંને પક્ષોનો અહીં શું પ્રભાવ છે, તે બંને પક્ષોએ અહીં આવીને જોવું જોઈએ.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફડણવીસની ઠાકરે સાથે ગુપ્ત બેઠકથી એમવીએમાં ખેલા થશે?
ભાજપે ચોથી વખત પૂર્વ નાગપુરના વિધાનસભ્ય કૃષ્ણ ખોપડીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, ભાજપને વિશ્વાસ છે કે અહીંથી ભાજપને મોટી લીડ મળશે. પાર્ટીની સાથે વિપક્ષનું પણ માનવું છે કે આ સીટ પર ભાજપને હરાવવી મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જ્યારે નાગપુરથી ચૂંટણી લડ્યા ત્યારે તેમને પૂર્વ નાગપુરથી ૭૫,૦૦૦ વોટથી લીડ મળી હતી.