આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાજપે મહારાષ્ટ્ર માટે નિરીક્ષકોની નિમણૂક કરી વિજય રૂપાણી અને સીતારમણને નેતાઓની પસંદગીની જવાબદારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે. ભાજપે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનના ચહેરાને લઈને હજુ પણ સસ્પેન્સની સ્થિતિ છે. મુખ્ય પ્રધાન ભાજપના જ હશે તે તો નિશ્ર્ચિત છે, પરંતુ કોણ હશે તેનો નિર્ણય લેવાનો બાકી છે. હવે નિરીક્ષકોની ટીમ મુંબઈ જશે અને વિધાનસભ્ય દળની બેઠકમાં હાજરી આપશે, ત્યારબાદ નેતાના નામની જાહેરાત કરવામાં આવશે.

ભાજપ દ્વારા નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમયની પણ જાહેરાત કરવામાં આવી છે. શપથ ગ્રહણ પાંચમી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં સાંજે પાંચ વાગ્યે થશે. જેમાં વડા પ્રધાન નરેન્દ મોદી પણ હાજર રહેશે. મહાયુતિને બહુમતી મળી તો પણ મુખ્ય પ્રધાન કોણ બનશે? આની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. બીજી તરફ કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચા છે. એકનાથ શિંદેએ આજની તમામ બેઠકો રદ કરી દીધી છે.

આ પણ વાંચો : આનંદો! મુંબઇગરાને 300 નવી લોકલ ટ્રેનો મળશે

ભાજપ તરફથી મુખ્ય પ્રધાનપદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. ફડણવીસ ભૂતકાળમાં પણ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. જો કે વર્તમાન સરકારમાં તેઓ ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવી રહ્યા હતા. હવે મહારાષ્ટ્રની જનતાએ મહાયુતિને પૂર્ણ બહુમતી આપી છે અને તેમાં ભાજપને મહત્તમ બેઠકો પણ આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button