આમચી મુંબઈમહારાષ્ટ્ર
ભાજપે વોશિંગ મશીન પ્રક્રિયા દ્વારા ભ્રષ્ટાચારને કાયદેસર બનાવ્યો: એનસીપી (એસપી)
મુંબઈ: એનસીપી (એસપી)એ રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની શરદ પવારને ભ્રષ્ટાચારના સરગણા (નેતા) ગણાવતી ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું હતું કે ભાજપે તો દાગી નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવિષ્ટ કરીને ભ્રષ્ટાચારને કાયદેસરતા બક્ષી છે.
આપણ વાંચો: એનસીપી (એસપી) દ્વારા મહાયુતી ચે કાળે કારનામે પુસ્તકનું પ્રકાશન
તેઓ રાજકારણીઓ પર ભ્રષ્ટાચારના આરોપ કરે છે અને એક વખત જેમના પર તેમણે આરોપ કર્યા હોય તેઓ ભાજપમાં જોડાઈ જાય કે તરત તેમને ક્લિન ચીટ આપી દેવામાં આવે છે. આ ભાજપની વોશિંગ મશીન પ્રક્રિયા છે જેણે ભ્રષ્ટાચારને કાયદેસર બનાવ્યું છે, એમ એનસીપીના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ કહ્યું હતું.