GOIએ ટ્વીટ કરેલા ફેક ન્યૂઝના સંકજામાં આવી ગયા ભાજપના નેતા, એક્ટિવિસ્ટની પગલાંની માગણી. | મુંબઈ સમાચાર

GOIએ ટ્વીટ કરેલા ફેક ન્યૂઝના સંકજામાં આવી ગયા ભાજપના નેતા, એક્ટિવિસ્ટની પગલાંની માગણી.

મુંબઈ: GOIના ટ્વિટર હેન્ડલ પરથી હાલમાં એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા કે મુંબઈનો પ્રથમ ભૂગર્ભ મેટ્રો રેલ કોરિડોર, જેને મેટ્રો લાઇન 3 તરીકે ઓળખવામાં આવે છે, તે 24 જુલાઈથી કાર્યરત થશે. આવા સમાચાર આવ્યા બાદ લોકોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી કારણ કે મુંબઇગરા માટે આ અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન ઘણી જ મહત્વની છે. ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ પણ આ સમાચાર શેર કર્યા હતા. જોકે, બાદમાં GOIના ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વિટ ડિલીટ કરી નાખવામાં આવી હતી. તેથી હવે હકીકત એ છે કે 24 જુલાઇના રોજ મેટ્રો-3ની અક્વા લાઇન (સીપ્ઝથી બીકેસી સુધી) ચાલુ નથી થઇ રહી. પણ સરકારી હેન્ડલ પરથી આવી ખોટી જાહેરાત થવાથી લોકો પણ ગુસ્સામાં છે.

સોશિયલ એક્ટિવિસ્ટ અનીલ ગલગલીએ પણ ટ્વિટ કરીને આ ફેક સમાચાર સામે આપત્તિ જતાવી હતી. મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન 24 જુલાઈથી શરૂ થશે. આ ફેક ન્યૂઝ દ્વારા ટ્વીટ @mygovindiaમાં દરેકનો વિશ્વાસ હતો. પણ આ ફેક ન્યુઝ હતા. ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે પણ આ ફેક ન્યુઝના ચક્કરમાં ફસાયા હતા.

તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારે અને મેટ્રોના લાગતાવળગતા અધિકારીઓએ આવા ફેક ન્યુઝ ફેલાવવા સામે પગલાં લેવા જોઇએ.

મુંબઈ મેટ્રો 3નો પ્રથમ તબક્કો SEEPZ (સાન્તાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન) અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે ચાલશે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2024ના અંત સુધીમાં પૂર્ણ થશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, પ્રોજેક્ટ હેઠળ લગભગ 99.2 ટકા સિવિલ વર્ક્સ પૂર્ણ થઈ ગયા છે. એકંદરે સ્ટેશનનું લગભગ 97 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. પ્રોજેક્ટ હેઠળ, ટનલિંગના કામો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા છે, જ્યારે સમગ્ર સિસ્ટમના કામના 77.6 ટકા, ડેપો સિવિલ વર્ક્સ 99.8 ટકા અને મેઈનલાઈન ટ્રેકનું કામ લગભગ 87 ટકા પૂર્ણ થઈ ગયું છે. હવે આ મેટેરો ક્યારે ચાલુ થાય એની જ લોકો રાહ જોઇ રહ્યા છે, પણ દર વખતે તારીખ પર તારીખ પડ્યા કરે છએ, જેને કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

સંબંધિત લેખો

Back to top button