દશેરા રેલી રદ કરી પૂર પીડિતોને મદદ કરો: ભાજપની ઉદ્ધવ ઠાકરેને સલાહ…

મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે સોમવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમની પાર્ટીની વાર્ષિક દશેરા રેલી રદ કરવા અને રેલીના આયોજનના પૈસા મરાઠવાડામાં પૂર રાહત માટે ઉપયોગ કરવાની માગણી કરી છે.
ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે નક્કર પગલાં ભરવાને બદલે હાથ જોડી ઘરે બેસી રહ્યા હતા એવો આરોપ કરી ઉપાધ્યાયએ આ પ્રાયશ્ચિત કરવાનો સમય છે એમ જણાવ્યું હતું. ડ્રોન ગ્રસ્ત મરાઠવાડા ક્ષેત્ર સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાથી પૂર આવ્યા છે અને વ્યાપક નુકસાન થયું છે.

દશેરા રેલીનું આયોજન ઠાકરે અને શિવસેના માટે લાંબા સમયથી ચાલી આવતી પરંપરા છે. આ વર્ષે તેઓ બીજી ઓક્ટોબરે દશેરાના અવસર પર મુંબઈના શિવાજી પાર્કમાં રેલીને સંબોધિત કરવાના છે.
ભાજપ નેતાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જણાવ્યું હતું કે ‘મરાઠવાડા ભયંકર પૂરની ઝપેટમાં છે, લોકોએ સર્વસ્વ ગુમાવી દીધું છે. ઠાકરે ત્રણ કલાક સુધી પાંચ જિલ્લાની મુલાકાત લઈ અસરગ્રસ્તોની પીડા અને વેદના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
હવે નક્કર કાર્યો કરવાનો સમય છે. દશેરાની રેલી રદ કરી એની રકમ પૂર પીડિતો માટે ખર્ચ કરવી જોઈએ. આમ કરવાથી તેમની સહાનુભૂતિ સાર્થક ઠરશે.’ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં મરાઠવાડાના પાંચ જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્ત લોકોને મળી તેમની ફરિયાદો સાંભળી હતી. (પીટીઆઈ)
આ પણ વાંચો…ઉદ્ધવ ઠાકરે દશેરાએ શું જાહેરાત કરશે? એમવીએમાં થશે મોટી ઉથલપાથલ